દેશનું ભૂમિ અભિયાન: રાસાયણીક ખાતરના સ્થાને નવું બેક્ટેરિયા કલ્ચર

નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ સુતરીયા ખેડૂતોને મફત આપશે

ભૂમિ સુપોષણ દ્વારા પ્રકૃતિના સંતુલન અભિયાર શરૂ, ગુજરાતના રાજ્યપાલે શરૂ કરેલા ભૂમિ અભિયાનમાં રાસાયણીક ખાતરના સ્થાને નવું શોધાયેલું બેક્ટેરિયા કલ્ચર ગોપાલભાઈ દેશમાં મફત આપશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે આખા દેશમાં જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી ભારંભ કરાવેલો છે. જેમાં  ખેડૂતોને માટે ક્રાંતિકારી શોધ કરીને ગાય આધારિત બેક્ટેરિયાનું કલ્ચર અમદાવાદમાં ગોપાલભાઈ સુરતીયાએ વિકસીત કરેલું છે. જે ખેડૂતોને આખા દેશમાં મફત આપવામાં આવશે. બેક્ટેરિયાનો ઉપયોગ કેમ કરતો તેનું મફત શિક્ષણ આપવામાં આવશે. 65 પ્રકારના ખેતીના પાકમાં ખર્ચમાં મોટો ઘટાડો કરીને ઉત્પાદનમાં ભારે વધારો કરી શકાશે.

અમદાવાદમાં સરખેજ પાસે શાંતિપુરા સર્કલ રીંગ રોડ પર બંસી ગીર ગાય ગૌશાળા છે. ગોપાલભાઈ સુતરીયા 06351000349, 09316746990, 7487064395 , 063519 78087 એ બેક્ટેરિયાનું કલ્ચર વિકસીત કર્યું છે. જેનાથી પહેલા જ વર્ષથી પાકૃત્તિક ખેતી શરૂ થઈ જાય છે. જેમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની જરૂર પડતી નથી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા  અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે.

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ જ સૌથી મજબૂત વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. ભૂમિ, હળ અને ગાયનું પૂજન કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

ભારતીય નસલની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બનશે એટલું જ નહીં ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ પણ બનશે. ભૂમિ સુપોષણ અને સંરક્ષણ માટે નાગરિકોને સંકલ્પ લેવડાવ્યા હતા.

અમદાવાદની બંસી ગૌ-શાળાના ગોપાલભાઈ સુતરીયા આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે
ગૌકૃપા અમૃતમ કલ્ચર  આખા દેશમાં કોઈ પણ ખેડૂતને સાવ મફતમાં એક લિટર આપવામાં આવશે. જે પછી ખેડૂતો જાતે જ તેને લાખો લિટરમાં બનાવી શકશે.

ગોપાલભાઈએ જણાવ્યું હતું કે, બેક્ટેરિયા આધારિત આ કલ્ચર 7 દિવસામાં યુરિયા, ડીએપી જેવા ખાતરનું સ્થાન લઈ લે છે. કલ્ચરનો ઉપયોગ કર્યા પછી 7 દિવસ પછી કોઈ રાસાયણીક ખાતર, યુરિયા, ડીએપી, ફોસ્ફરસ, માઈક્રો ન્રુટીશનની જરૂર રહેતી નથી. કુદરતી રીતે જ પહેલા પાકથી જ તે ખેતરમાં બનવા લાગે છે.

હાલ તેમણે ગૌશાળા દ્વારા 1 લાખથી વધું ખેડૂતોને 1 લિટર કલ્ચર મફત  આપ્યું છે. હાલ 22 રાજ્યોમાં 4.50 લાખ ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

એક ખેડૂત બીજા ખેડૂતને સાવ મફતમાં આ કલ્ચર આપે છે. જેનાથી જમીન સારી બને છે.

બેક્ટરીયાનો ખોરાક ગાયનું છાણ છે.

ગુજરાતની ગીર ગાયની દુર્લભ જાતના છાણ અને મૂત્રમાંથી 65 પ્રકારના બેક્ટેરિયા મેળવેલા છે. 21 ઔષધિયો અને પંચગવ્ય દ્વારા ડેવલપ કરેલું છે. જે અંગે ગોપાલભાઈએ વર્ષો સુધી સંશોધન અને પ્રયોગો કર્યા હતા. આ અંગેનું સંકલન અશોકભાઈ પટેલ કરે છે.

પ્રાકૃત્તિક ખેતીમાં 3-4 વર્ષ જમીનને તૈયાર થતાં વાર લાગે છે. પણ અહીં જે પાક વાવેલો હોય ત્યારથી જ ગૌકૃપા અમૃતમ કલ્ચરની અસર થવા લાગે છે.

ગૌકૃપા અમૃતમ કલ્ચરના વપરાશથી અળસીયા મોટી માત્રામાં પેદા થવા લાગે છે. બીજી જીવાતો પાકને ફાયદો કરતી જીવાતો પેદા થવા લાગે છે. હાની કારક જીવોને ખાઈ જાય એવા મિત્ર જીવો ખેતરમાં પેદા થવા લાગે છે.

જમીનમાં કેમિકલ જામી ગયા હોય તે ગૌકૃપા અમૃતમ કલ્ચરથી તોડીને જમીનને વધું પોષક બનાવે છે. તેથી પાણી ઓછું જોઈએ છે. પાણી જમીનમાં અંદર સુધી જતું રહે છે.

લેબોરેટરી ટેસ્ટ થયા છે. ઈમ્યુનિટિ વધારતાં બેક્ટેરિયા મળી આવેલા છે. પ્રોબાયોટીક મિત્ર કિટાણું છે.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલગે અને મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટીમાં ગૌકૃપા અમૃતમ કલ્ચરની લેબોરેટરી તપાસ થઈ છે. જમીનને ડીટોક્સીસાઈડ કરવામાં મદદ કરે છે.

ગાયના ગોબર અને ગૌ મૂત્રમાં બેક્ટેરીયા મળેલા છે. જેમાં ડાયજેશન વધારીને પાકની બિમારીને ઓછી કરે છે.

ગાયના શરિરમાં પાચન ક્રિયા વધું સારી હોય છે.

એક સ્ટડી થયેલો 1 ગ્રામ માટીમાં 2 કરોડથી વધારે મિત્ર જીવાણું રહેતા હતા. હવે 40 લાખ પણ બચ્યા નથી. તેથી વનસ્પતિને પોષક તત્વો મળતા નથી. હવે નવા કલ્ચરથી ફરીથી 2 કરોડ બેક્ટેરિયા સુધી પહોંચી શકાશે.

ગૌકૃપા અમૃતમ કલ્ચરની એક લિટરની બોટલને 200 લિટર પાણીમાં બે લિટર છાસ અને કત્થઈ રંગનો ગોળ નાંથી એક અઠવાડિયામાં 1 લિટરથી 200 લિટર કલ્ચર બનાવે છે. જે  ખેતરમાં અનેક ગણા પ્રમાણમાં પેદા કરીને એક ખેડૂત બીજાને મફતમાં આપે છે.

બંસી ગીર ગોશાળા છેલ્લા 13 વર્ષથી ગોપાલન અને કૃષિ ક્ષેત્રે મોટી સંખ્યામાં વૈદિક વિદ્વાન, કૃષિ વૈજ્ઞાનિક, આયુર્વેદાચાર્ય, સંત મહાત્મા, ગોભક્ત, કૃષિ સંગઠન તથા અનેક સંસ્થાઓ જોડાયેલી છે.

“ગો-કૃપા અમૃતમ્” નિર્માણનો ઉદ્દેશ

છેલ્લા 6 વર્ષોથી સંશોધન કરતા આ દ્રાવણ પ્રાપ્ત થયું છે. NABL માન્ય લેબોરેટરીના પરીક્ષણ અનુસાર આ દ્રાવણમાં 55થી વધુ પ્રકારના સૂક્ષ્મ મિત્ર જીવ ઉપસ્થિત છે. આ દ્રાવણનું માન્ય લેબોરેટરીમાં Metagenomic ટેસ્ટિંગ દ્વારા DNA અને RNA વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ્સ, ફંગીસાઇડ્સ મળે છે. આ દ્રાવણને દરેક પ્રકારની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી છે.

સહજીવી બૈક્ટીરિયા કયા છે

આઠ પ્રકારના બેક્ટીરિયા એવા છે જે હવામાંથી નાઈટ્રોજન (nitrogen fixation) પ્રાપ્ત કરીને સુપાચ્ય સ્વરુપમાં મૂળને ઉપલબ્ધ કરાવે છે. જેના કારણે ખેડૂતોનો યુરિયા ખર્ચ નહિવત રહે છે.

5થી 6 પ્રકારના બેક્ટીરિયા એવા છે જે રોગ નિયંત્રક કીટ નિયંત્રક (immune stimulant, anti-microbial, anti-fouling, algicidal) નું કાર્ય કરે છે.

6 બેક્ટીરિયા એવા છે જે વૈજ્ઞાનિક ભાષામાં જિઓ બેક્ટીરિયા (geobacter)થી પ્રસિદ્ધ છે. આ બૈક્ટીરિયા ગોમય, ગૌમૂત્ર અને ધરતીમાં રહેલ ધાતુ અને ખનીજ પદાર્થો (mineral solubilization) ને સુપાચ્ય સ્વરૂપે મૂળને ઉપલબ્ધ કરાવે છે.

આ દ્રાવણમાં સલ્ફરની આપૂર્તિ કરનાર અનેક બૈક્ટીરિયા (sulfur oxidation) હાજર છે જે દરેક પ્રકારના પાકમાં ખૂબ જ ઉપયોગી છે.

6 બૈક્ટીરિયા એવા છે જે ખાતરને કમ્પોસ્ટ કરવાનું કાર્ય કરે છે (organic matter decomposition). લૈક્ટોબેસિલસ બૈક્ટીરિયા જે છોડ અને ફળ ના વિકાસમાં સારો ભાગ ભજવે છે.

ફોસ્ફરસ પર કાર્ય કરતા બૈક્ટીરિયા (phosphate solubilizer) જે છોડને ફોસ્ફરસ સુપાચ્ય સ્વરૂપે ઉપલબ્ધ કરાવે છે.

રોગ ફેલાવનાર કીટાણુંઓ ને નિયંત્રિત કરે છે (suppressing soil borne diseases). જેના કારણે છાયડામાં ખુલ્લુ રાખવા છતાં તેની અસરકારકતા રહે છે.

આ દ્રાવણને ઉપયોગ કરવાથી જમીનમાં મોટી માત્રામાં અળસિયાઓની વૃદ્ધિ  થાય છે, અળસિયા અથવા તેનું ખાતર ખરીદવાની આવશ્યકતા રહેતી નથી. જમીન સરળતાથી ઉપજાઉ બને છે.

ખેડૂતોને પંચગવ્ય મોંઘુ પડે છે. તેથી મલ્ટીપ્લાઈ થઈ શકે એવા વર્ષોના પ્રયોગો કરીને અમૂક ગાયના બેક્ટરેરિયા મળે છે. જોકે, પ્રોબાયટીક મટીરીયલ ખાનગી કંપનીઓ આપે છે. પણ તે મોંઘુ આપે છે. જિલ્લા પ્રમાણે ખેડૂતોની એક સાંકળ બનાવવામાં આવી છે. જે બધા ખેડૂતોને આપે છે.

આ કલ્ચરથી 23 ફૂટ ઊંચી શેરડી થઈ છે, જૂનાગઢમાં જેતપુર પાસે અને જસદણ પાસે થઈ છે.

બંસી ગીર ગૌશાળાની સ્થાપના ગોપાલભાઇ સુતરીયાએ 2006માં કરી હતી. તેઓ હાલ ગીર ગાયનું ગાયનું દૂધ, ઘી, મેડિકેટેડ બાર્લી ફ્લોર, જમીન ફળદ્રુપતા, ગોધૃત મલમ, લાલ દંત મંજન, ફ્લોર ક્લીનર, મોં ફ્રેશનર જેવી વસ્તુઓ બનાવે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.