પોરબંદર જિલ્લામા ઉત્સાહભર આગળ વધતુ કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન

નાગરિકો રસી મૂકાવીને પરિવારજનો, મિત્રોને પણ રસી મુકાવવા કરી રહ્યા છે અપીલ

પોરબંદર તા.૧૪, પોરબંદર જિલ્લામા ૪૫ વર્ષની ઉંમર પુર્ણ કરનાર નાગરિકો કોરોના પ્રતિરોધક રસી મૂકાવી રહ્યા છે. લોકજાગૃતિના કારણે રસીકરણ અભિયાનમા સમગ્ર રાજ્યમા પોરબંદર જિલ્લો અગ્રેસર છે. ત્યારે ૪૫ વર્ષ ઉંમર પુરી કરનાર તમામ નાગરિકો વહેલી તકે રસી મુકાવે તે માટે અપીલ પણ કરવામા આવી રહી છે, લોકો રસી મૂકાવીને અન્યને રસી મૂકાવવા પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે.

પોરબંદરના દરિયાકાઠા વિસ્તારમા છેવાડે આવેલા સુભાષનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ મૂકાવવા માટે પોતાની પત્નિ અને પુત્રી સાથે આવેલા ધીરૂભાઇ અન્ય નાગરિકો માટે આદર્શ બન્યા છે. એક મહિના પહેલા કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ આજે સવારે બીજો ડોઝ મૂકાવીને ધીરુભાઇએ લોકોને અપીલ કરી કે, “ રસી મૂકાવવી જરૂરી છે, મે સરકારશ્રીની અપીલથી રસી મૂકાવી છે, માટે હું અને મારો પરીવાર કોરોના વાઇરસથી સુરક્ષીત છે. દરેક નાગરીકે રસી મૂકાવવી જોઇએ.”

સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કર્મયોગીઓની અસરકારક કામગીરી, સમાજશ્રેષ્ઠીઓની લોકોને અપીલ તથા લોકોમા જાગૃતતાને કારણે પોરબંદર જિલ્લો કોરોના રસીકરણ અભિયાનમા સમગ્ર રાજ્યમા અગ્રેસર રહ્યો છે, ત્થારે જિલ્લામા દરેક નાગરિક રસી મુકાવે તે માટે જિલ્લા વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ અસરકારક કામગીરી કરી રહ્યુ છે.

Source : information porbandar