પોરબંદર શહેર અને જીલ્લામાં આરોગ્ય વિભાગના ચોપડે કોરોના નિલ છે અને માંડ એકાદ-બે કોરોના પોઝીટીવ કેસ જાહેર થઇ રહ્યા છે તો બીજીબાજુ એવી ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે કે, સરકારી ભાવસિંહજી હોસ્પિટલ (કોવિડ હોસ્પિટલ)ના સેમીઆઇસોલેશન વોર્ડમાં એક જ દિવસમાં પ9 લોકોને એડમીટ કરવામાં આવ્યા છે અને આ તમામને કોરોના નહીં હોવા છતાં કોરોનાની સારવાર આપવામાં આવતી હોવાની ચચર્િ ચાલી રહી છે ત્યારે તંત્ર શા માટે કોરોનાના સાચા આંકડા જાહેર કરવામાં લાજ કાઢી રહ્યું છે? તેવો સવાલ ઉભો થયો છે અને કોરોનામાં માસ્ક ન પહેરવા સહિત સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવવા સામે જાહેરનામા ભંગના ગુન્હા દાખલ કરવામાં આવે છે તો હોસ્પિટલના હેલ્થડીપાર્ટમેન્ટના અધિકારીઓ સામે શા માટે કોઇ ગુન્હો આ બાબતની બેદરકારી સંદર્ભમાં દાખલ થશે કે કેમ? તેવો સવાલ નગરજનો પુછી રહ્યા છે.

એક દિવસમાં પ9 એડમીટ!
પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દરરોજ સરેરાજ 400થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે તો બીજીબાજુ બુધવારે એક જ દિવસમાં સરકારી કોવિડ હોસ્પિટલના સેમીઆઇસોલેશન વોર્ડમાં પ9 જેટલા દર્દીઓને એડમીટ કરવામાં આવ્‌યા છે અને આ તમામ દર્દીઓને કોરોના નહીં હોવા છતાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણકારવર્તુળોમાંથી જાણવા મળ્યું છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, તમામ દર્દીઓમાં કોરોનાના લક્ષણો જણાઇ રહ્યા છે પરંતુ જાણે કે, ઉચ્ચકક્ષાએથી આદેશ હોય તેમ કોઇને કોરોના પોઝીટીવ જાહેર કરવાના ન હોય તે રીતે રીપોર્ટ નેગેટીવ આવે છે પણ સારવાર ચાલુ છે!

પોરબંદરમાં હરતા-ફરતા કોરોના બોમ્બ જોખમી
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક જ દિવસમાં પ9 દર્દીઓ દાખલ થતાં સ્વભાવિક રીતે જ જીલ્લાભરમાં મોટીસંખ્યામાં કોરોના પોઝીટીવ હરતા-ફરતા બોમ્બ રખડતા ભટકતા હોય તેવું માની શકાય છે છતાં પોરબંદરમાં ડોકટરસાહેબ નકકી કરે છે કે કલેકટર સાહેબ? કે કોને પોઝીટીવ આપવો અને કોને નેગેટીવ આપવો? તેવા સવાલ એટલા માટે ઉભા થયા છે કે, જાણીતા લોકોનું દબાણ હોય તો પોઝીટીવ રીપોર્ટ જાહેર થતાં હોય છે. સરકારી હોસ્પિટલના આર.એમ.ઓ. અને તેના પરિવારના 3 સભ્યોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ ખેલદિલીપૂર્વક જાહેર કરનાર સામાન્ય દર્દીઓના રીપોર્ટ નેગેટીવ જાહેર કરી રહ્યું છે તેની પાછળનું સાચુ કારણ શું છે? તેવા મણ મણના સવાલો અખબારી કચેરીએ ફોન ધણધણાવીને નગરજનો પુછી રહ્યા છે ત્યારે રેપીડમાં પોઝીટીવ હોય તો આરટીપીસીઆર ટેસ્ટમાં નેગેટીવ આપવાના તેવો સંકલ્પ તંત્રએ કર્યો છે કે શું? તેવી ચચર્ઓિ પણ ચાલી રહી છે. પોરબંદરને કોરોના  મુકત જાહેર કરવા પાછળ કયુ ફેકટર કામ કરી રહ્યું છે? તેવા સવાલો ઠેર-ઠેરથી ઉઠી રહ્યા છે. શહેરમાં અનેક કોરોના બોમ્બ આંટાફેરા કરી રહ્યા છે છતાં તેઓ નેગેટીવ હોવાનું જ જાહેર થાય છે.

અનેકને રાજકોટ ખસેડાયા
પોરબંદર શહેરમાં જાણીતા સોની વેપારીના પિતાને પોરબંદરમાં નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ તબીયત બગડતા હવે ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્‌યા છે તેવી જ રીતે એક વેપારીની 30 વર્ષીય પુત્રીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ શ્ર્વાસોશ્ર્વાસની તકલીફ ઉભી થતાં એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાઇ છે.  એટલું જ નહીં પરંતુ આવા અનેક કેસ એવા બન્યા છે કે, જેમાં પોરબંદરમાં નેગેટીવ અને રાજકોટ કે અમદાવાદ ખસેડાતા પોઝીટીવ આવ્‌યા હોય તેવા ઢગલાબંધ  કેસો સામે આવી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની આ બેદરકારી પોરબંદરવાસીઓનો જીવ જોખમમાં મુકતી હોય તેવું ચચર્ઇિ રહ્યું છે તેથી પોરબંદરમાં સાચી હકીકત બહાર આવે અને કોરોના કેસના સાચા આંકડા જાહેર કરવામાં આવે તે જરી બની ગયું છે.
આમ, પોરબંદર શહેરમાં તંત્રના ચોપડે કોરોના નિલ હોવા છતાં મોટી સંખ્યામાં  બહાર સારવાર માટે જતાં લોકો કોરોના પોઝીટીવ આવી રહ્યા છે એ સાબિત કરે છે કે, પોરબંદરને ચોકકસ કારણોસર કોરોના મુકત રાખવાનું જાણે કે ઉચ્ચકક્ષાએથી નકકી થયું હોય તેવું ચચર્ઇિ રહ્યું છે.

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કોરોનાનો પ્રવેશ
પોરબંદરની વધુ એક બેંકમાં કોરોનાનો પ્રવેશ થયો છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કર્મચારીનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્‌યો છે આથી તેને પણ સારવાર આપવામાં આવી રહી છે. ભાજપના અગ્રણી રામભાઇ જાડેજાએ ફરીયાદ કરી છે કે, પોરબંદર શહેરમાં સૌ.ગ્રામીણ બેંકના મેનેજર સહિતનો સ્ટાફ માસ્ક નથી પહેરતો તેના કારણે  કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને ખાતેદારો વચ્ચે સોશ્‌યલ ડીસ્ટન્સ જાળવવામાં આવતું નથી તેથી બેંકના સત્તાધીશો પણ એટલા જ જવાબદાર છે તેવો આક્ષેપ થયો છે. તે ઉપરાંત સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર ઠક્કરપ્લોટ શાખામાં પણ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે.

1-ર દિવસમાં કોરોના મટી જાય!
પોરબંદરમાં જે લોકોને કોરોનાના લક્ષણો જણાય તેઓ એકમાત્ર સરકારી હોસ્પિટલનો સહારો લેવા માટે પહોંચે છે જયારે તેઓને હાજર ઉપરના તબીબો દ્વારા જણાવવામાં આવે છે કે, તમને સામાન્ય લક્ષણ છે પરંતુ કશુ ચિંતા કરવાની  જર નથી પરતુ સેમીઆઇસોલેશનમાં દાખલ કરવામાં આવે છે અને કોરોનામાં આપવામાં આવતી દવાનો ડોઝ પણ ચાલુ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એક-બે દિવસમાં જ રજા આપી દેવાય છે અને એવું જણાવે છે કે, ઘરે રહેજો અને આરામ કરજો પરંતુ આ લોકો શહેરમાં ફરીને અન્ય લોકોને પણ સંક્રમિત કરે છે.

માત્ર જીભ ઉપરથી ખોટા સેમ્પલ લેવાના!
કોરોનાના સેમ્પલ લેવા માટે નકકી થયેલા નિયમ મુજબ નાક અને ગળામાંથી સેમ્પલ લેવામાં આવે છે પરંતુ એક દર્દી પાસેથી જાણવા મળ્યા મુજબ માત્ર મોઢામાં જીભ ઉપર નાટક કરવાની રીતે સેમ્પલ લઇને તમને કશું છે નહીં તેવો રીપોર્ટ નેગેટીવ આપી દેવાયો હતો પરંતુ હકીકતમાં વ્યકિત કોરોના પોઝીટીવ હતો અને તો પણ તેનું નાકમાંથી સેમ્પલ લેવાયું ન હતું.

સીટી સ્કેનમાં દરરોજ 40 થી વધુ લોકો પોઝીટીવ!
પોરબંદરમાં કોરોનાની શઆત થઇ તે વખતથી જ સીટી સ્કેનમાં એચઆરસીટીમાં  કેટલી માત્રામાં કોરોના ફેફસામાં ફેલાયેલો છે તે જોવામાં આવતો હોવા માટે સીટી સ્કેન કરવામાં આવે છે. હાલમાં દરરોજ 40 થી વધુ લોકોને કોરોના જેવા લક્ષણો જણાય છે પરંતુ તેમ છતાં તંત્રને તમામ નેગેટીવ બતાવી દેવાય છે. ઉપરાંત પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં પણ તમામ તબીબોનો આંકડો ગણવામાં આવે તો 400 થી પ00 કોરોનાના શંકાસ્પદ વ્યક્તિઓ દરરોજ તપાસમાં આવે છે જેથી સ્પષ્ટ થાય છે કે, પોરબંદરમાં આરોગ્‌ય તંત્રને કોરોનાને ધરાર છુપાવીને ખોટી હકીકત જાહેર કરતી રહેવી છે.

હોસ્પિટલના અનેક અધિકારીઓ સામે આક્ષેપો
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કોરોનાની શઆત થઇ ત્યારથી જ અનેક પ્રકારના આક્ષેપો અધિકારીઓ ઉપર થતા રહે છે તેમાં અગાઉ મંડપના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું પુરાવા સાથે જાહેર થયું હતું આ ઉપરાંત એક અધિકારી દ્વારા હોસ્5િટલમાં જર ન હોય તેમ છતાં દવાના ખોટા બિલ ઉપરાંત કોરોનાના દર્દીને આપવામાં આવતા ભોજનમાં પણ ખોટા આંકડાઓ તેમજ જે તે અધિકારી કલાસવન ઓફીસર નહીં હોવા છતાં શા માટે એસી ચેમ્બર નવી બનાવીને બેઠા છે તે પણ ચચર્નિો વિષય બન્યો છે.

અગાઉ નિયમો હતા હવે નહીં!
પોરબંદરમાં કોરોનાની શઆત થઇ ત્યારે સરકાર દ્વારા નકકી થયેલ કડક નિયમો મુજબ સ્થાનિક હોસ્પિટલમાં આસોલેશનવોર્ડમાં અને ત્યારબાદ પોઝીટીવને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં કોરોના સંક્રમિકત બનેલા આરએમઓ ઠાકોરને વોર્ડમાં દાખલ થવાને બદલે ઓફીસમાં જ આઇસોલેટ શા માટે થયા? તે પણ ચચર્નિો વિષય છેલ્લા થોડા દિવસોથી બન્યો છે અને તે રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે, નિયમો સૌ કોઇ માટે એક સરખો નથી રહ્યો.

પોરબંદરનો કોરોના રીપોર્ટને અન્‌ય શહેરના તબીબો હાંસી ઉડાવે છે
પોરબંદરમાં કોરોનાના લક્ષણો જણાયા બાદ જે વ્‌યકિતઓ રિપોર્ટ કરાવે તેને મોટાભાગે નેગેટીવ બતાવી દેવાય છે અને ત્યારબાદ જે તે વ્યક્તિને વધુ અસર જણાતા રાજકોટ ખાતે સારવાર માટે પહોંચે ત્યારે જે તે હોસ્પિટલના તબીબ ‘આ પોરબંદરના રીપોર્ટ ઉપર અમને ભરોસો નથી’ તેમ જણાવીને હાસ્યાસ્પદ રીતે વધુ એક વખત રીપોર્ટ કરવા માટે જણાવે છે અને ત્યારબાદ દર્દીની સારવાર શ કરવામાં આવે છે જેથી પોરબંદરના આરોગ્ય વિભાગ માટે આ પ્રકારના રીપોર્ટ પણ  શરમજનકપ જણાય છે.

કોરોનાના અનેક દર્દીઓ ખાનગી હોસ્પિટલના બિછાને
પોરબંદરમાં કાયદેસર રીતે તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની છુટ નથી અને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટીંગની પણ મનાઇ છે, પરંતુ અનેક લોકો શહેરની બે-ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને આવા દર્દીઓનો ટોટલ કરીએ તો 30 થી વધુ આજના દિવસે જણાય છે. મોટાભાગના લોકો એ કોરોના સામેનો ઇન્સ્યુરન્સ પણ લઇ લીધો છે અને પોરબંદરની સરકારી હોસ્પિટલ ઉપર ભરોસો નહીં હોવાનું માનીને થોડાક લક્ષણ જણાય તો તુરંત ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ જાય છે અને આ હોસ્પિટલમાં તબીબો સીટી સ્કેન કરીને  દર્દીને સારવાર પણ શ કરી દે છે અને આ રીતે પોરબંદરમાં કોવિડ હોસ્પિટલ નહીં હોવા છતાં દર્દીઓને દાખલ કરવામાં આવતા અન્ય સારવારમાં દાખલ દર્દીઓ ઉપર પણ કોરોનાનું જોખમ ફેલાય છે.

અવસાન નોંધ આપનાર જણાવે કે અમારે કોરોનામાં ગયા!
પોરબંદરમાં સરકારી તંત્ર કોરોનાના સાચા આંકડાઓને જણાવવામાં પહેલાથી જ રસ દાખવતું નથી, હાલમાં અખબારોની ઓફીસ ખાતે અનેક લોકો અવસાન નોંધ દેવા આવે ત્‌યારે તેમ જણાવે છે કે, અમારા સ્વજનને કોરોના થઇ ગયો હતો અને જો તંત્ર દ્વારા પહેલેથી જ સાચો રીપોર્ટ અથવા યોગ્ય સારવાર કરી આપત તો  અમારે સ્વજન ગુમાવવાનો વારો ન આવત.  તેથી પોરબંદરમાં દરરોજ જાહેર થતાં કોરોના પોઝીટીવના આંકડા સદંતર ખોટા હોવાનો આ પણ એક પુરાવો લોકો સમક્ષ જણાવવામાં આવ્‌યો છે.

By admin