વડોદરાના નાગરવાડામા વિસ્તારની આ તસવીર વડોદરાની હાલત બયાન કરી રહી છે. અહી લોકોને હોસ્પિટલે જવા માટે એમ્બ્યુલન્સ મળતી નથી ત્યારે મૃતદેહની તો કોણ પરવા કરે? નાગરવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય શાંતાબેનનું મૃત્યું નીપજતાં વારંવાર શબ વાહિની માટે સંપર્ક કરાયો પરંતુ કલાકો સુધી રાહ જોયા પછી શબવાહિની ઉપલબ્ધ ન થતાં આખરે મજબૂર સ્વજનોએ મૃતદેહને લારીમાં લઈ જઈ ખાસવાડી સ્મશાને પહોંચાડ્યો હતો અને અંતિમવિધિ કરી હતી. આ ઘટનાને શરમની ચરમસીમા કહેવી જોઈએ.