લાપોરીયા : આ ગામ સજીવ ઓર્ગેનિક ખેતી કરે છે

લાપોરીયા (પરિચય યાત્રા ) પં. ડો. હિતેષ એ. મોઢા
કેટલાક ગામ અને નામ જન્મતાંની સાથે જ સંસ્થા તેમજ દિવાદાંડી બની જતાં હોય છે,તેમાંનું એક નામ/ગામ એટલે લાપોરીયા. રાજસ્થાનનાં જયપુરમાં આવેલ આ ગામ, ૧૯૭૭ સુધી દુષ્કાળ અને બેરોજગારીનો સામનો કરતું હતું. ૧૯૭૭માં આ ગામનાં યુવકો દ્વારા દુષ્કાળ અને બેરોજગારીને ખતમ કરવા એક અભિયાન શરુ કરવામાં આવ્યું. આ યુવકોનું મંડળ એટલે ગ્રામ નવયુવક વિકાસ લાપોરીયા. જીએનવીએલ.
આ સંસ્થા/યુવકો દ્વારા શરુ કરવામાં આવેલ કામની સૂચિ. ગામમાં રહેલ ત્રણ તળાવને ફરીથી જાગ્રત કર્યાં જેમાં મોટા ભાગે પાણી ખારું અને ભાંભરુ જ હતું, અને અહિ વર્ષે માંડ ૮ થી ૧૦ ઈંચ જેટલો વરસાદ પડતો હતો. આથી આ વરસાદનાં પાણીને રોકવાં/ જમીનમાં ઉતારવાં માટે ચૌકા પદ્ધતિનો ઉપયોગ કર્યો જેમાં હાર બંધ ચોકડી એલ આકારે અને તેની ફરતી એજ આકારમાં માટી ધૂળનાં પાળા. તેમ માનવ સર્જીત નદી/ નાળા/ડેમનું પણ સર્જન કર્યું છે. જયારે, ૨૦૦૧માં જ્યારે દુકાળ હતો ત્યારે આ ગામમાં પાણીની સમસ્યા નહોતી.
આ ગામે અનેક વિધ કામકાજ કર્યા છે, પંખી અને પશુ માટે એક નાનું જંગલ પણ બનાવ્યું છે. જે બર્ડ કંઝર્વેશન માટે આરક્ષિત છે. તેમ ગામને ફરતે અનેક વૃક્ષનારાયણ હરિયાળી ફેલાવી રહ્યા છે. ૨૦૦૦ હજારની વસ્તી ધરાવતાં આ ગામનાં લોકો રોજગારી માટે ગામ છોડવાનાં સંજોગો નથી આવતાં, પ્રત્યેક માણસ સરેરાશ ૨૦ થી ૩૦ હજાર જેટલી આવક ધરાવે છે. આ ગામ ભૂજળનું સ્તર એટલુ ઊંચું આવ્યું છે, જે ભારતમાં અન્ય કોઈ ગામમાં જોવાં નથી મળતું.
આ ગામમાં સજીવ–ઓર્ગેનિક ખેતી કરે છે. જેમાં નો રસાયણિક ખાતર-જંતુનાશક, ન તો સંકર બીજ. તેમ ગૌ તથા પશુ પાલન. મુખ્ય વ્યવસાય છે. આ ગામ પાસે પોતાની ઓબ્ઝર્વેટરી છે.
આ જીએનએમવીએલનું વિઝન છે, કે પડકારવાળા વાતાવરણ ધરાવતાં ગામ પોતાનાં પગ પર ઉભા થઈ ને બહેતર જીવન જીવે. આ ગામથી પ્રેરાય બીજા ૫૦થી અધિક ગામડાઓએ આ મોડેલને અપનાવ્યું છે, તેમ તામિલનાડુમાં આ મોડેલની શરુઆત થઈ ચૂકી છે. વિશ્વ ભરમાંથી અનેક સેલેબ્સ, અને સંસ્થાઓ આ ગામની મુલાકાત લઈ ચુકયાં છે.
આ લાપોરીયા ગામ રણદ્વિપ બનીને દરેક ગામવાસીને સંદેશો પાઠવે છે, આવો અમને જુઓ, (શ્રમ અને આયોજન) અને અમારા જેવાં બનો અને બનાવો.