વર્ષે માત્ર 200 ધર્મ પરિવર્તન, કાયદાનો પ્રપંચ કરી રાજકીય ઉપયોગ, લવ જેહાદ કે મત જેહાદ ?

ગુજરાતના પ્રેમ વિરોધી જેહાદ કાયદામાં બીજા રાજ્યો કરતાં સજા વધું કેમ રાખવામાં આવી ?

ગુજરાત સરકારે પ્રેમ વિરોધી જેહાદના 2003ના કાયદામાં સુધારો કર્યો છે. ત્યારે બીજા રાજ્યોથી ગુજરાતમાં કડક કાયદો છે. બળજબરીથી ધર્મ  પરિવર્તન માટેની લઘુતમ સજા ત્રણ વર્ષ છે, જ્યારે અન્ય મોટાભાગના રાજ્યોમાં તે 1 વર્ષ છે. ગુજરાતમાં 18 વર્ષથી કાયદો છે. જેમાં વર્ષે 200 લોકો ધર્મ પરિવર્તન કરતા હોવાની વિગતો બહાર આવી છે. આમ મુઠ્ઠીભર ઘટનાઓ માટે કાયદો લાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ રાજકીય રીતે થઈ રહ્યો છે. કાયદાઓ પણ 2001થી રાજકીય પ્રચાર માટે હથિયાર બની રહ્યાં છે. ગુજરાતના નવા કાયદામાં ભાજપની સરકારે ક્યાંય લવજેહાદ શબ્દ વાપર્યો નથી. ગાંધીજી, સરદાર, નહેરુ, મોરારજી દેસાઈ કે અટલ બિહારી બાજપેઈએ આ કાયદાને ક્યારેય મંજૂરી આપી ન હોત.

રાજકીય ઉપયોગ

નવા સુધારા સૂચવે છે કે 18 વર્ષમાં ગુજરાતની ભાજપા સરકારો આ કાયદાથી બીજા ધર્મમાં લગ્ન રોકવામાં નિષ્ફળ રહી છે. જો સફળ કાયદો હોત તો નવા સુધારા કરવાની જરૂર ન પડત. આ કાયદો પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તૈયાર કરાવ્યો હતો. જેનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે મત મેળવવાના હથિયાર તરીકે કરવામાં આવ્યો હતો. હવે ફરીથી રૂપાણી આ કાયદોનો ઉપયોગ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કરશે.

2018માં રૂપાણીની જાહેરાત

29 સપ્ટેમ્બર 2018માં રાજ્યમાં ધર્માંતરણ કરનારાઓની સંખ્યા અંગે વિધાનસભામાં જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 5 વર્ષમાં રાજ્યમાં ધર્માતરણ માટે 1766 લોકોની અરજીઓ આવી હતી. જેમાંથી 1652 લોકો હિન્દુ, 71 મુસ્લિમ, 42 ખ્રિસ્તી અને એક શીખ હતા. આ 1766 અરજીઓમાંથી 643 લોકોને ધર્મ પરિવર્તનની પરવાનગી આપવામાં આવી હતી. જેઓ એક ધર્મમાંથી બીજા ધર્મનો આંગીકાર કરવા માગતા હતા. તેમ રૂપાણીએ કહ્યું હતું.

મુખ્ય પ્રધાને 2019માં જાહેરાત

3 જુલાઈ 2019ના દિવસે વિધાનસભામાં ધર્મ પરિવર્તન અંગે રાજ્યના ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખીત જવાબમાં જણાવ્યું કે, ગત 2 વર્ષમાં 31 મે 2019 સુધી કુલ 911 લોકોએ અરજી કરી હતીં તેમાં 863 લોકો હિન્દુ, 36 મુસ્લિમ, 11 ખ્રિસ્તી અને 1 ઈસ્લામી ખોજા તથા 1 બૌદ્ધ ધર્મના હતા. સરકારએ 689 લોકોને ધર્મ પરિવર્તન કરવા પરવાનગી આપી હતી. જેમાં સુરતના 474 હિંદુઓ હતા. જે આદિવાસીઓ હતા.

18 વર્ષમાં કેટલાં લગ્નો થયા

ભાજપની મોદી સરકારે અમલી બનાવેલા પ્રેમ વિરોધી જેહાદના 2003ના કાયદાથી કેટલાં લગ્નો રોકવામાં આવ્યા અને કોને કેટલી સજા થઈ તેની વિગતો ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી નથી.

સગીર વયના બાળકને જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવવાનો રાજ્યનો પ્રથમ કેસ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો 23 જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. આણંદના આમોદના કેથોલીક ચર્ચના પાદરી વિરુદ્ધ ધર્માંર્તરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

2020ના છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ધાર્મિક પરિવર્તનની માંગણી કરતી 1895 અરજીઓ થઈ હતી. જેમાંથી 53 ટકા અરજી સુરતની હતી. અરજી કરતા અરજદારોમાં 94 ટકાથી વધુ લોકો હિન્દુ હતા. લગભગ 4 ટકા મુસ્લિમ અને એક ટકાની આસપાસ ખ્રિસ્તીઓ હતા.

સુરતના આદિવાસીઓનું સૌથી વધું ધર્મ પરિવર્તન

જુલાઈ 2014 અને જૂન 2019ની વચ્ચેના ગાળામાં સુરતમાં 1003 ધર્મ પરિવર્તનની અરજીઓ મળી હતી. તે સમયે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા આ વિગતો રજૂ કરવામાં આવેલી હતી.

બીજા નંબર પર બનાસકાંઠામાં 196 અરજદારોએ ધર્મ પરિવર્તન માટે અરજી કરી હતી. જેમાં સૌથી વધારે હિન્દુઓ હતા. ત્યારબાદ જૂનાગઢમાંથી 161, આણંદમાંથી 92 અને સુરેન્દ્રનગરમાંથી 80ની આસપાસ અરજી કરવામાં આવી હતી. પોતાનો ધર્મ બદલાવવામાં મોટા ભાગના હિન્દુઓ હતા. હિન્દુ બાદ મુસ્લિમોની ધર્મ પરિવર્તનની કરાવવા માટેની અરજીઓ વધારે જોવા મળી છે.

ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે અરજી કરનારા મોટાભાગના મુસ્લિમો સુરતના 20, વડોદરાના 12, રાજકોટના 10 અને અમદાવાદના 8 લોકો હતા.

જ્યારે ક્રિશ્ચિયન અરજદારો મોટાભાગે વડોદરા, આનંદ અને ખેડાના રહેવાસી હતા.

5 વર્ષમાં ધર્મ પરિવર્તન માટે ભાજપની હિંદુ વાદી ગુજરાત રાજ્ય સરકારે 1006 અરજદારોને મંજૂરી આપી હતી.  જેમાંથી 67 ટકા જુલાઈ 2018 અને જૂન 2019ની વચ્ચે હતી.

ધાર્મિક પરિવર્તન માટેની અરજીઓ પ્રાપ્ત થયા પછી અરજીઓ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સંબંધિત પોલીસ અધિકારીને મોકલવામાં આવે છે. તેઓ વ્યક્તિના ધર્મ પરિવર્તન થવાના નિવેદનો લે છે અને કોઈ પ્રકારની જબરદસ્તી તો નથી થઇને તે મુદ્દે તપાસ કરે છે.

10 વર્ષ પહેલા

મોદીએ ધર્મ પરિવર્તનનો કાયદો 2003માં બનાવ્યો પણ અમલી કર્યો હતૌ. 2008માં. ત્યાં સુધી મોદીએ કોઈ નિયમો ન બનાવતાં કાયદો તેમની કચેરીની અભેરાઈ પર મૂકી દેવામાં આવ્યો હતો.

2008થી 2012 સુધીમાં 5 વર્ષમાં 9 ઘટનાઓ બની તે અહીં મૂકી છે. જેમાં 7 મહિલાઓ અને 2 પુરૂષો છે.

સૌથી વધુ હિન્દુ મહિલાઓએ ક્રશ્ર્વિન ધર્મ અપનાવ્યો હતો નહીં કે મુસ્લિમ ધર્મ. એક પણ હિંદુએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો નથી.

 • મુસ્લિમમાંથી હિન્દ બનેલા હોય એવા 2 મહિલા 1 પુરુષ
 • ક્રશ્ર્વિનમાંથી હિન્દુ 1 મહિલા
 • હિન્દુમાંથી ક્રશ્ર્વિન 3 મહિલા 1 પુરુષ
 • હિન્દુમાંથી શીખ 1 પુરુષ

વિશ્વ હિન્દુ પરિષદનું વલણ

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મહામંત્રી કૌશિક મહેતાએ તે સમયે તેઓ મહામંત્રી હતા ત્યારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કાયદો બનાવ્યો છે, તો તેનો કડક અમલ કરાવવાની અને અમલ થાય છે કે નહીં તે જોવાની જવાબદારી પૂરી કરવી જોઈએ.

2021ના સુધારાની હાઇલાઇટ્સ:

ગુજરાત સરકાર ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ, 2003માં 1 એપ્રિલ 2021માં સુધારા કર્યા છે.

 • મનોરંજનના નવા કારણો ઉમેરવામાં આવ્યા હતા. કોઈને ફસાવવા માટે આ વસ્તુઓ ઉમેરવામાં આવી છે. તેમના કહેવા મુજબ, ‘સારી જીવનશૈલી, દૈવી આશીર્વાદ’ ના બહાને ધર્મોને અપનાવવું એ હવે આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બનશે.
 • આ સુધારાઓ દ્વારા લગ્ન દ્વારા બળજબરીથી ધર્માંતર  કરવા, અથવા આવા લગ્નમાં સહાય કરવા પર પ્રતિબંધ છે.
 • બિલમાં એવી પણ દરખાસ્ત કરવામાં આવી છે કે જો કોઈ ફરીથી તેના પૂર્વજોના ધર્મમાં પાછો ફરે છે, તો આ કૃત્ય તેમના પર લાગુ નહીં પડે.
 • બિલમાં નવી કલમ 3 એ ઉમેરવામાં આવી છે. માતાપિતા, ભાઈઓ, બહેનો અથવા રૂપાંતરિત વ્યક્તિના સંબંધીઓ, લગ્ન અથવા દત્તક દ્વારા રચાયેલા સંબંધીઓને, આ કેસમાં એફઆઈઆર નોંધવાનો અધિકાર હશે.
 • કોઈ વ્યક્તિ પ્રેમ અને લગ્નના બહાને કોઈને ધર્મ પરિવર્તન કરવામાં મદદ કરે છે, તો તે પણ એટલો જ દોષી રહેશે.
 • દોષી સાબિત થાય તો ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની સજાની જોગવાઈ છે. જો મહિલા, સગીર અથવા એસસી / એસટી રૂપાંતરિત થાય છે, તો દોષિતને 4 થી 7 વર્ષની સજા કરવામાં આવશે. જો કોઈ સંસ્થા આ કામમાં સામેલ થાય છે, તો તેના સભ્યોને 10 વર્ષ સુધીની સજા અને પ્રત્યેકને 5 લાખ રૂપિયા દંડ થશે. વધુમાં, સંસ્થાને સરકારી સહાય માટે અયોગ્ય ઠેરવવામાં આવશે.
 • યુપીમાં, ઓછામાં ઓછી સજા 1 થી 5 વર્ષની છે, તે જ રીતે જો કોઈ મહિલા, સગીર અથવા એસસી / એસટી રૂપાંતરિત થાય છે, તો દોષિતને 2 થી 10 વર્ષની સજા થઈ શકે છે. સાંસદમાં લઘુતમ સજા 1 થી 5 વર્ષની છે. યુપીની જેમ, જો કોઈ મહિલા, સગીર અથવા એસસી / એસટીને સાંસદમાં બદલવામાં આવ્યા છે, તો દોષીઓને 2 થી 10 વર્ષની સજા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં લઘુતમ સજા 1 થી 5 વર્ષની છે, પરંતુ મહિલા, સગીર અથવા એસસી / એસટીના કિસ્સામાં માત્ર 2 થી 7 વર્ષની છે.

રાજ્યોમાં ફરજિયાત રૂપાંતર પર સજા

રાજ્યના સામાન્ય કિસ્સામાં મહિલા, સગીર, એસસી / એસટીના કિસ્સામાં

 • ગુજરાત 3 થી 5 વર્ષ – 4 થી 7 વર્ષ
 • એમપી 1 થી 5 વર્ષ – 2 થી 10 વર્ષ
 • હિમાચલ પ્રદેશ 1 થી 5 વર્ષ – 2 થી 7 વર્ષ
 • યુપી 1 થી 5 વર્ષ – 2 થી 10 વર્ષ

38માંથી 8 રાજ્યો

38 રાજ્યો ને કેન્દ્રીય પ્રદેશોમાંથી 8 રાજ્યો ગુજરાત ઉપરાંત ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રેદશમાં ધર્માંતર વિરોધી કાયદો અમલમાં લાવી દેવાયો છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના  કાયદાઓમાં લગ્નથી થતાં ધર્માંતરણ અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.

ઓરિસ્સા, અરૂણાચલ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં લગ્નથી થતાં ધર્માંતર અંગે કોઈ જોગવાઈ કરેલી નથી. ધર્માંતરના ગુના માટે ઓરિસ્સામાં એક વર્ષની જેલ, અરૂણાચલ અને હિમાચલમાં બે વર્ષ સુધીની જેલ, છત્તીસગઢ અને ઝારખંડમાં ત્રણ વર્ષ સુધીની જેલ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

કેરળમાં 4500 ઘટના

કેરળમાં 2006થી 2014ના ગાળામાં 2667 બિનમુસ્લિમ યુવતીઓનું ઇસ્લામમાં ધર્માંતરણ થઈ ચૂક્યું હોવાનું મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ 2014માં વિધાનસભાના ફ્લોર પર જણાવ્યું હતું. 2006થી 2009ના ગાળામાં લવજેહાદની 4500 ઘટનાઓ નોંધાઈ હતી. તેટલી બિનમુસ્લિમ યુવતીઓ ઇસ્લામમાં ધર્માંતરિત થઈ ગઈ હતી. એવું ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું પણ ગુજરાતમાં આવા કેટલા ગુના 18 વર્ષમાં નોંધવામાં આવ્યા તે અંગે કંઈ કહ્યું નથી.

વિશ્વ હિંદુ પરિષદ

તે સમયે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટિય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો સરકારી મદદ માટે ધર્માતરણ કરી રહ્યા છે. ધર્મ પરિવર્તન કરનારાઓ માટે સરકારે તમામ પ્રકારના લાભ બંધ કરી દેવા જોઇએ.

ધર્મ પરિવર્તન માટે ભાજપ જવાબદાર

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ ત્યારે કહ્યું હતું કે, હિંદુ દલિતો અને હિંદુ આદિવાસી સમુદાય પર વધતા જતા અત્યાચાર, વિકાસની તક ન હોવાને કારણે હિન્દુમાંથી અન્ય ધર્મનો આંગીકાર કરે છે. મોટા ભાગના દલિતો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધધર્મનો આંગીકાર કરી રહ્યા છે. જ્યારે આદિવાસીઓ હિન્દુ સમાજ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. આ પાછળનું એકમાત્ર કારણ એ છે કે ખ્રિસ્તી મિશનરી સારું શિક્ષણ પૂરું પાડે છે. સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપે છે અને આર્થિક રીતે પગભર થઇ શકાય એવી તક ઊભી કરે છે. સરકાર દલિતો અને આદિવાસીઓ વચ્ચેનો તફાવત સમાજમાંથી દૂર કરવામાં યોગ્ય રીતે સફળ થઇ નથી. આ ઉપરાંત મૂળભુત જરૂરિયાત પણ આપતી નથી. આ કારણોસર લોકો ધર્મપરિવર્તન કરી રહ્યા છે.

Source : Dilip patel ગુજરાતમાં વર્ષે માત્ર 200 ધર્મ પરિવર્તન, લવ જેહાદ કે ચૂંટણી જેહાદ? 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.