પોરબંદર-રાજકોટ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન 04 એપ્રિલથી ચાલશે

સ્પેશલ પેસેન્જર ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટિકિટ જેટલું હશે

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને માંગને પહોંચી વળવા પોરબંદર-રાજકોટ-પોરબંદર વિશેષ એક્સપ્રેસ ટ્રેન (09574/09573) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન 04 એપ્રિલ, 2021 થી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વેટ ટિકિટ જેટલું હશે. ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિવીજનલ કમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: –

  • ટ્રેન નંબર 09574/09573 પોરબંદર – રાજકોટ – પોરબંદર દૈનિક અનારક્ષિત સ્પેશિયલ
  • ટ્રેન નંબર 09573 રાજકોટ-પોરબંદર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ રાજકોટથી દરરોજ સવારે 07.00 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 04 એપ્રિલ 2021 થી દોડશે.
  • ટ્રેન નંબર 09574 પોરબંદર-રાજકોટ દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ પોરબંદરથી 14.30 વાગ્યે ઉપડશે અને 18.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 04 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

આ ટ્રેન રાણાવાવ, વાંસજળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર અને ગોંડલ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. એન્જિનિયરિંગના કામને કારણે ભક્તિનગર સ્ટેશનનું સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ કરવામાં આવ્યું છે.

માશૂક અહમદ (વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક)
ભાવનગર પરા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.