રામનવમી નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

રામનવમી નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઇડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે એનીમલ હેલ્પલાઈનની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત

હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી નિમીતે તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન,ચીકન,મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા એનીમલ હેલ્પલાઈન દ્રારા ગજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા અમક તહેવારો માટે દર વર્ષે આ અંગેનું જાહેર નામું બહાર પાડવામાં આવે છે.

આ વર્ષે પણ દરેક જીલ્લામાં સત્વરે રામનવમી તહેવાર માટે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતીબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.