કાંધલભાઈ તુમ આગે બઢો જનતા કા આશીર્વાદ તુમ્હારે સાથ હે

પોરબંદર જીલ્લાના કુતિયાણા વિધાનસભા મત ક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય અને સતત બે ટર્મથી ચુંટાઇ આવતા સમુચા ગુજરાતના એક માત્ર ધારાસભ્ય એવા છે જેમની ચર્ચા વીના ગુજરાતની પ્રત્યેક ચર્ચા અધુરી છે આવા આ પોરબંદરના પ્રસિદ્ધ ધારાસભ્ય શ્રી ને એવી કોઈ અપીલ કરવી પડે અને એ વારંવાર કરવી પડે કે “અમારા નામે કોઈ પણ લોકો કોઈ (ગરીબ કે જરુરીયાતમંદ કે કમજોર અથવા અનહોન લોકો) ને ધાકધમકી આપતા હોય તો પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરો અને એની જાણ ધારાસભ્યશ્રી એટલે કે પોતાને પણ કરો”

આ અપીલ આવકારદાયક છે પરંતુ એ એક વખત ન રહેતા અનેક વખત દોહરાવવી પડે તો સ્વાભાવિક છે કે એમાં તથ્ય અને વજૂદ છે ત્યારે આ વજૂદ અને તથ્યનું જો આકલન કરીએ તો એમાં વજૂદ અને તથ્ય એ જાણવા મળે છે કે જે બે ટર્મથી તેઓ ચુંટાઇને આવે છે એ દરમ્યાન કે એ પહેલા તેઓ દ્વારા લોકકાર્યોના હિતની જે હારમાળા છે તેને જાણી જોઇને કેટલાક લોકો સીમિત કરવા માંગે છે અથવા આવા લોકો એવું ઈચ્છે છે કે કાંધલભાઈના લોકકાર્યોની ક્યારેય ક્યાંય ચર્ચા જ ન થાય અથવા આવા લોકો કાંધલભાઈની મહેનત અને પ્રસિદ્ધિને પોતાની આજીવિકાનું સાધન માત્ર બનાવી રાખવા માંગતા હોય.

આ અંગે વાસ્તવિકતા એવી છે કે એક બાહોશ, નીડર અને લોકચર્ચામાં હરહંમેશ ચર્ચિત રહેતા ધારાસભ્ય છે કાંધલભાઈ, ગુજરાતમાં આ એક માત્ર એવા ધારાસભ્ય છે જેનો રાજ્યના એગ્રીકલ્ચર મંત્રાલયમાં જો સમાવેશ હોત તો ખેડૂતોના પાક્વીમાં કે અન્યાય પલભર પણ અસ્તિત્વમાં ન હોત, રાજકીય કાવાદાવા સહીત એવા અનેક કાવાદાવામાં તેમને ગુંચવવા એના હરીફો લગીરે પણ રાહ ન જુએ એવા માહોલમાંથી પણ અનેક કષ્ટ સહન કરીને પણ ગૌરવભેર, વિજેતા બનીને બહાર આવી જાય એવા શ્રી કાંધલભાઈને સાર્વજનિક નિરંતર આવી અપીલ કરવી પડે એ તાજુબ્બ લાગે, પરંતુ છતાં પણ તેઓ હિમતપૂર્વક આવી અપીલ કરે છે એ નીસંદેહ અભિનંદનીય છે

ત્યારે માનીય કાંધલભાઈના નામે જો કોઈ ચરી ખાતા હોય તો એ તેઓએ બંધ કરવું જ રહ્યું અને જો કોઈ ઈર્શાપુર્વક કાંધલભાઈના લોકકાર્યોને દબાવી દેવા આવી છીછોરી હરકત કરતા હોય તો એના માટે કાંધલ ભાઈની સફળતા અને પ્રસિદ્ધિ એ જ લપડાક છે, ગરીબોના મસીહા, કમજોરોના આધાર અને સમસ્યાઓની ધૂળ વચ્ચે પણ જેમનો ચહેરો ચળકાટ કરી રહ્યો હોય એ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિત્વ ન જ હોય તેથી કાંધલ ભાઈ તુમ આગે બઢો જનતા તુમ્હારે સાથ હે વાક્ય આજે માત્ર કુતિયાણા, પોરબંદર કે ગુજરાત જ નહી પણ સમગ્ર ભારતમાં પ્રચલિત છે.

સરકારમાં કેમ આવશો ? કઈ સરકારમાં સ્થાન શોભાવશો એ નિર્ણય તમારા હાથમાં છે પરંતુ જયારે ક્યારેય પણ સરકારમાં તમે હોવ ત્યારે કૃષિમંત્રીનું સ્થાન શોભાવજો, લોકોને તમારાથી બહુ બધી અપેક્ષા છે, તમારી કાર્યશૈલી સિસ્ટમને ક્યારેય અનુકુળ નહી આવે પરંતુ સિસ્ટમથી ઉપર જનતા છે એવો અહેસાસ સિસ્ટમને તમે જ કરાવી શકો તેમ છો એ જનતાનો તમારા પર ભરપુર વિશ્વાસ છે