NDA પાર્ટ 2 માં ગુજરાતના ૨૬ સહીત કુલ ૨૦૦ સંસદીય મતવિસ્તારના કામો ખોરંભાયા, સાંસદો શુભકામનાઓમાં વ્યસ્ત

  • રજુઆતોને ન્યાય મળતો ન હોવાથી કાર્યકરો નારાજ ન રહે તેથી મોટાભાગના સાંસદો બર્થડે અને એવા અનેક નાના મોટા કાર્યોથી કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં વ્યસ્ત
  • ગુજરાતને આજે વિઠલભાઈ રાદડીયા જેવા નેતા અને સાંસદની ખોટ વર્તાઈ રહી છે.
  • શુભકામનાઓ આપવી એ ખોટું નથી પરંતુ લાખો મતદારો, માત્ર શુભકામનાઓ આપવા માટે સાંસદ નથી ચુંટતી

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પોતે ૧૮-૧૮ કલાક કામ કરવા ઉપરાંત શુભેચ્છકોને થોડો સમય શુભકામનાઓ પાઠવવા ફાળવતા હોય ત્યારે NDA ના મોટાભાગના સાંસદો પાસે આજકાલ માત્ર કામ એક કામ છે જે એ દિવસ-રાત જોયા વીના કરે છે. જે સેવા ૨૪x૭ મુજબ અવિરતપણે કાર્યકર્તાઓને મળી રહી છે.

ગુજરાતમાં કોરોના વધુ વકર્યો હોવાથી હોમ ટુ વર્ક ની બધાને ફરજ પડી રહી છે ત્યારે પોરબંદર લોકસભાના સાંસદ સોશિયલ મીડિયામાં પોતાની ધાર્મિક યાત્રા, કાર્યકર્તાઓ પૈકી કોઈ એકલ દોકલને જન્મદિવસની શુભેચ્છા અને સમય મળે ત્યારે મતક્ષેત્રમાં મતો પર આછો પાતળો પ્રભાવ પડતો હોય તેવા અગ્રણીના ઘરે મુલાકાત ઈત્યાદી સાહિત્ય વાયરલ હોય છે,

અરે બાપા લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે તો એ સુવર્ણ તક કામ કરવામાં વિતાવવી જોઈએ જેમકે પોરબંદરનો દાખલો લઈએ તો પોરબંદરમાં માછીમારોના પ્રશ્નોનો આજદિન સુધી અંત નથી આવ્યો, જેવા કે બંદર-૨ નું સ્થળ અદ્ધરતાલ ! માછીમારોની બોટો જેનું અપહરણ થયું હોય તે પ્રશ્નનો નિકાલ, અદ્ધરતાલ ! બોટ માટે ડીઝલની સબસીડીનો પ્રશ્ન અદ્ધરતાલ ! કોરોના સંક્રમણ ની માઠી અસર મોટાભાગના લોકો પર પડી હોવાથી આજે દિન પ્રતિદિન રોજગારની ઉણપ છે તેમાં પણ પોરબંદર દરિયાઈ પટ્ટીના માછીમારોને બેરોજગારી ની બૌ મોટી અસર પડી છે ત્યારે આવા પ્રશ્નો અદ્ધારતાલ કદાચ ન હોય તો પણ તેનો નિકાલ તો નથી જ થયો ત્યારે આવા પ્રશ્નોના હલ માટે આગળ આવવાને બદલે માત્ર શુભેચ્છાઓ પાઠવી દેવાથી સાંસદ તરીકેની જવાબદારીઓ પૂર્ણ નથી થઇ જતી

લોકોમાં પણ ચર્ચાઓ ચાલે છે કે પ્રવાસ અને સોશિયલ મીડિયા એક્ટીવીટીમાં ગુજરાતના કેટલાક સાંસદો અને માનનીય વડાપ્રધાનશ્રી વચ્ચે જાણે કે ઉપલબ્ધ હોવાની સ્પર્ધા ચાલે છે. જયારે વાસ્તવમાં લોકોને જે ઉપલબ્ધી જોઈએ છે એ ઉપલબ્ધી આપવામાં ગુજરાતના ૨૬ સાંસદો આ વખતની એનડીએની બીજી ટર્મમાં સફળ પુરવાર નથી થયા આ પ્રકારના આક્ષેપો જો કે પ્રતિપક્ષી પણ કરી રહ્યા છે પરંતુ આવી લાપરવાહીનો સીધો વિરોધ પોરબંદર લોકસભા-૧૧ ના ૨૦૧૯ ના ઉમેદવાર ભાર્ગવ જોશી સકારાત્મક રીતે કરી રહ્યા છે પોરબંદર ની જનતાએ ભલે જીતનો તાજ મને ન આપ્યો પરંતુ એનો અર્થ પોરબંદરના કામ સાંસદ નહી કરે તો કોણ કરશે ? અને સાંસદ શ્રી જો માત્ર શુભકામનાઓ આપી દેવાને પોતાની કામગીરી માનતા હોય તો આ જનતાના મતનો દ્રોહ છે અને પોરબંદરની જનતાએ રી-કોલ નો ઉપયોગ કરવો જોઈએ.

જો અબી હાલ ચુંટણી યોજાય તો ગુજરાતના ૨૬ પૈકી બાર જેટલા સાંસદોની ભાજપ ને ખોટ પડે તેવું ચિત્ર છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.