બ્રાહ્મણ પરિવાર અને ગુજરાત પોલીસ તેમજ ગુજરાતને બદનામ કરવા બદલ VTV News બિનશરતી માફી માંગે
પ્રતિ, ચીફ એડીટર અને માલિકશ્રી, VTV News, અમદાવાદ
આપની ન્યૂઝ ચેનલ પર તારીખ ૧૮/૦૩/૨૦૨૧ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે બૂટલેગરના ત્રાસથી વેપારી પરિવાર ગુજરાત છોડવા મજબૂર એવા શિર્ષક હેઠળ એક સ્ટોરી પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં આપની ચેનલના રીપોર્ટર અને એન્કર દ્વારા એક બિનગુજરાતી વ્યક્તિની વાત અને આક્ષેપો બાબતે ખરાઈ કર્યા વગર અને બીજા પક્ષને સાંભળ્યા વગર સંપૂર્ણ એકતરફી સ્ટોરી પ્રસિદ્ધ કરી એક ગુજરાતી બ્રાહ્મણને બૂટલેગર અને વિસ્તારનો માથાભારે શખ્સ દર્શાવેલ છે તેમજ ગુજરાત પોલીસ વિશે નકારાત્મક બાબતો રજુ કરી છે સાથે સાથે બિનગુજરાતી લોકો સાથે હળીમળીને રહેતા ગુજરાતના નાગરિકો વિશે દેશમાં ગેરસમજ ફેલાય એવી બાબતો રજુ કરી એક બ્રાહ્મણ પરિવાર તેમજ ગુજરાત પોલીસ અને ગુજરાતની ખૂબજ બદનામી કરી છે જેનાથી એક બ્રાહ્મણ તેમજ ગુજરાતી તરીકે મારી લાગણી દુભાઈ છે આપે પ્રસિદ્ધ કરેલ એકતરફી સ્ટોરીના કારણે એક બ્રાહ્મણ પરિવારની સમગ્ર ગુજરાતમાં બદનામી થઈ છે જેના કારણે એ પરિવારની મહિલાઓ અને બાળકો અત્યારે ખૂબજ માનસિક દબાણ હેઠળ છે અને આ બધા માટે જવાબદાર આપની VTV News ચેનલ છે
આટલેથી ન અટકતા આપની ચેનલે તારીખ – ૨૪/૦૩/૨૦૨૧ ના રોજ રાત્રે ૧૦:૩૦ વાગે ફરીથી એકતરફી સ્ટોરી પ્રસિદ્ધ કરી ફરી એકવાર એ બ્રાહ્મણ પરિવાર અને સાથે સાથે ગુજરાત પોલીસને પણ બદનામ કરેલ છે તેમજ આપની એકતરફી સ્ટોરીના કારણે સમગ્ર દેશમાં એવા મેસેજ ગયા છે કે ગુજરાતમાં પરપ્રાંતીય પરિવારો સલામત નથી જેનાથી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની છબી ખરડાઈ છે
VTV News જાણે નામદાર કોર્ટ હોય અને આપના રિપોર્ટરો અને એન્કર જાણે મહેરબાન જજ સાહેબ હોય એમ આપની ચેનલે એક ગુજરાતી બ્રાહ્મણ પરિવારને દોષિત અને બિનગુજરાતી પરિવારને નિર્દોષ સાબિત કરી દીધો છે જે ન્યાયિક રીતે પણ અયોગ્ય છે કોઈ પણ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ એ નામદાર કોર્ટ જ નક્કી કરી શકે VTV News નહીં
આપની આવી એકતરફી સ્ટોરીના કારણે એક બ્રાહ્મણ પરિવાર અને ગુજરાત પોલીસની બદનામી થઈ છે અને ગુજરાતની ગરિમાને પણ ઝાંખપ લાગી છે એથી આ જાહેર પત્રના માધ્યમથી હું આપને ગુજરાત બ્રહ્મસમાજ અને ગુજરાત પોલીસ તેમજ બિનગુજરાતી લોકો સાથે હળીમળીને રહેતા ગુજરાતના નાગરિકોની બિનશરતી માફી માંગવા અને જેટલા સમય સુધી આપની ચેનલે ઉપરોક્ત સ્ટોરી ચલાવી છે એનાથી દસ ઘણા સમય સુધી માફી માંગતી સ્ટોરી ચલાવવા વિનંતી કરું છું
જો આપની ચેનલ બિનશરતી માફી નહીં માંગે તો એકતરફી સ્ટોરી પ્રસિદ્ધ કરી કોઈ પરિવાર અને ગુજરાત પોલીસ તેમજ ગુજરાતને બદનામ કરનાર આપની ચેનલ જોવાનું બંધ કરવા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેમજ આપની ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરવા સક્ષમ સત્તા સમક્ષ પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશોજી.
ATUL DAVE – 98259 26951
(સામાજિક કાર્યકર – અમદાવાદ)
Source : Atul dace