કોવિડ પ્રભારી સચિવ દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ

vijay vadher
રીપોર્ટર : વિજયભાઈ વાઢેર +91 81538 20649

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ, કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા માટે કોવિડ પ્રભારી સચિવ દિનેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પ્રભારી સચિવએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આપણે સૌ એ સર્તક થઈ આ મહામારીને અટકાવવા પ્રયાસો હાથ ધરવાના છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું પ્રમાણ ન વધે તે માટે મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટીંગ કરવા અને વધુ લોકોને વેકસીનેશન કરવા માટે આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવી હતી. કોરોના મહામારીથી બચવા માટે સૌ લોકોને તેમના આરોગ્યની ચિંતા કરી સરકાર દ્રારા કોરોના ગાઈડલાઈન અન્વયે મળતી સુચનાઓનું અચુક પણે પાલન કરવા માટે ખાસ કહ્યું હતું.

જિલ્લા કલેકટર અજયપ્રકાશે કોરોના વાયરસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને અટકાવવા માટે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સર્તક બની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા દરરોજ ૪૦૦ થી ૬૦૦ લોકોનું કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને બહારથી આવતા એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગ દ્રારા સ્કેનીંગ શરૂ કરવામાં આવેલ છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વેકસીનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. જિલ્લામા કુલ કોરોના ટેસ્ટ ૧૪૯૧૦૦ કરવામાં આવ્યા છે.

જે માંથી ૨૮૦૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. હાલમાં વેરાવળમાં ૨, કોડીનારમાં ૨, સુત્રાપાડામાં ૩, અન્ય જિલ્લાના ૫, વેરાવળ અર્બનના -૧૮ મળી જિલ્લામા કુલ કોરોના પોઝીટીવના ૩૪ કેસ એકટીવ છે. લોકોના આરોગ્યની તપાસ કરવા માટે જિલ્લામાં કુલ ૩૪ ધનવંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં અધિક કલેકટર ખાચર, પ્રાંત અધિકારી સર્યું ઝણકાત, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, ડો.નિમાવત, ડો.બામરોટીયા, સિવિલ સર્જન ડો.પરમાર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.