ભાણવડ : ભાજપનાં આઠ સભ્યોએ બળવો કરતા અવિશ્ર્વાસ દરખાસ્ત મંજુર

કોંગ્રેસના ધારાસભ્ય અને ટીમ દ્વારા બનાવવામાં આવેલી વ્યુહરચના સફળ થઇ: ભાજપનાં ગઢમાં ગાબડુ

ભાણવડ નગરપાલિકામાં કોંગ્રેસનાં આઠ સભ્યો દ્વારા તા.25 જાન્યુઆરીના રોજ મુકવામાં આવેલ અવિશ્ર્વાસની દરખાસ્તને લઇને તા.24 માર્ચના રોજ પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી, જેમાં ભાજપનાં આઠ સભ્યો બળવો કરતા અવિશ્ર્વાસની દરખાસ્ત મંજુર થયેલ છે.

હાલમાં નગરપાલિકામાં ભાજપ પાસે 16 સભ્યો અને કોંગ્રેસ પાસે 8 સભ્યો હતાં, ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતો પક્ષ હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરીક વિવાદ ચાલી રહેલ હતો, જેનો લાભ ઉઠાવી કોંગ્રેસ દ્વારા અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવામાં આવેલ હતી, જે સામાન્ય સભામાં વોટીંગ થતાં ભાજપ આઠ સભ્યોએ બળવો કરતા અવિશ્ર્વાસની દરખાસ્ત મંજુર થઇ હતી, આવનારા સમયમાં ફરીથી પ્રમુખ, ઉપપ્રમખની ચૂંટણી યોજાશે, જેમાં ભાજપમાંથી બળવો કરનાર સભ્યોમાંથી મહત્વનાં બે હોદ મળે તેવી શકયતાઓ વતર્યિ રહી છે, પરંતુ પક્ષનાં વિપનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુચનાથી ભાજપનાં 8 સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્‌યા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે ભાજપનાં સ્થાનિક આગેવાનો સભ્યોને મનાવવામાં અસફળ રહ્યા, જેની લીધે ભાણવડ તાલુકામાંથી ભાજપ પાસેથી સતા હાંસલ કરવામાં બળવાખોર જુથ સફળ રહેલ, ભાણવડ તાલુકાની ભાજપની નબળી નેતાગીરીને લીધે બહુમતી વાળી નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભાજપ અને કોંગ્રેસના સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં, સામાન્ય સભામાં પાલિકા ખાતે હાજર કરવામાં આવેલ હતાં.

વિહીપનો અનાદર કરનાર તમામ સસ્પેન્ડ: ખીમભાઇ જોગલ

જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ સાથે થયેલ ટેલીફોનીક વાતમાં તેમને જણાવેલ કે પક્ષનાં વિહપનો અનાદર કરનાર આઠ સભ્યોને તાત્કાલીક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને તેમનું સભ્ય પદ પણ વેલી તકે રદ થાય તેવા પ્રયત્નો આજથી જ હાથ ધરવામાં આવેલ છે.

ભાજપમાંથી બળવો કરનાર સભ્યો પક્ષમાંથી સસ્પેન્ડ

ભાજપના બળવો કરનારા મધુબેન કાનજી વાઘેલા, હર્ષીદાબેન જીગ્નેશભાઇ રાઠોડ, હીનાબેન સુભાષ કણઝારીયા, જીગ્નાબેન હિતેશભાઇ જોષી, કિશોર નરશી ખાણધર, અલ્તાફ ઇબ્રાહીમ બ્લોચ, મંજુબ ઉમેદસિંહ જાડેજા, સરોજબેન રમેશભાઇ ચાંગેલાને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્‌યા છે.

કોંગ્રેસનું શાસન આવ્યું વધુ વિકાસ કામો હાથ ધરાશે: વિક્રમભાઇ માડમ

કોંગ્રેસનાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમે જણાવ્યું હતું કે, ભાજપનાં ભયંકર ભ્રષ્ટાચારથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં અને ભાજપના જ 8 સભ્યોએ ભાણવડનો કેવી રીતે વિકાસ કરવો અને લોકોની સુખાકારી માટે કોંગ્રેસમાં જોડાવવાની ઇચ્છા વ્યકત કરતા આજે નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું, વધુમાં જણાવેલ કે આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકોેને સારી સુવિધા મળે તે દિશામાં જુદા-જુદા વિકાસનાં કાર્યો હાથ ધરાશે તેમ જણાવેલ હતું.

ભાણવડ પાલિકામાં સતા કબ્જે કરવામાં સફળ રહ્યા: કે.ડી.કરમુર

જયારથી ભાણવડ તાલુકામાં રાજકારણમાં મુળ કાટકોલાનાં અને હાલ જામનગર ખાતે રહેતા કે.ડી.કરમુરની એન્ટ્રીથી સમગ્ર તાલુકામાં કોંગ્રેસ તરફી વાતાવરણ પ્રસરી ગયું હોય તેવો માહોલ જોવા મળી રહેલ છે અને નગરપાલિકામાં ભાજપનાં આઠ સભ્યોને કોંગ્રેસ તરફી કરવાની વ્‌યુહરચના કે.ડી.કરમુર સફળ સાબિત થયેલ. જેથી ભાણવડ નગરપાલિકામાં સતા કબ્જે કરવામાં સફળ રહ્યા હતાં તથા ગત તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો કબ્જે કરવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહેલ હતી, તાલુકાનાં રાજકારણમાં નવા ચેહરાની એન્ટ્રીથી ભાજપની મુંજવણ વધી ગઇ છે.

ભાણવડમાં પેઈડ ટીવી ચેનલને ફ્રી બતાવવા સબબ દુકાનદાર સહિતના શખ્સો સામે આઈ.ટી. એક્ટ સહિતનો ગુનો નોંધાયો
wahid
Report : A wahid

ભાણવડ ખાતે સરકારી હોસ્પિટલ સામે અને પોલીસ ચોકી પાસે એ ટુ ઝેડ સ્ટોર નામની દુકાન ધરાવતા વિરાંગ વૈશ્નાની દ્વારા ફ્રી ટુ એરનું સેટઅપ ખરીદ કરી, સેટઅપ બોક્સની અંદર સીસી સીએએમડી સોફ્ટવેર નાખી, સોની ટીવીની 29 ચેનલો સીસી સીએએમડી સોફ્ટવેરથી પ્રસાયણ મેળવી, સોની કંપનીના પેઈડ ચેનલોને ફ્રી માં સેટઅપ બોક્સ વાઇફાઇ સાથે કનેક્શન આપી આર્થિક લાભ મેળવી અને વેચાણ કરવાથી સોની ટીવીની ચેનલો વિના મુલ્યે પ્રસારણમાં આપી અને કંપનીનીને આર્થિક નુકશાની પહોંચાડી હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મીડિયા કંપનીના ચેરમેન અને અંધેરી (ઇસ્ટ) – મુંબઈ ખાતે રહેતા અરુણભાઈ કમલાપ્રસાદ દુબેની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે એ ટુ ઝેડ સ્ટોરના માલિક વિરાંગ વૈશ્નાની તથા સેટઅપ બોક્સના ડીલર અને સીસી સીએએમડી નામના સોફ્ટવેરના આઈ-ડી પાસવર્ડ આપનાર સહિતના સંડોવાયેલા શખ્સો સામે આઇ.પી.સી. કલમ – 406, 420, 426 તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સી.પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.