પોરબંદરમાં સ્વ રાજીવ ગાંધી કપ ૨૦૨૧ ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ યોજાયો

દિવ્યાંગ બાળકો અને પરમહંશો મુખ્ય મહેમાન બન્યા

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા આંતર શાળા-કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે દિવ્યાંગ બાળકો અને પરમહંશો મુખ્ય મહેમાન બન્યા હતા. પોરબંદર જિલ્લાની અલગ-અલગ શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. સ્વ રાજીવ ગાંધી કપ ૨૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ ચોપાટીના રામદેવપીર ગ્રાઉન્ડ ખાતે છેલ્લા પાંચ દિવસથી અલગ અલગ ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ પ્રેમી વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડવા જહેમત ઉઠાવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કે એચ માધવાણી કોલેજ અને જયશ્રી સરસ્વતી સ્કૂલ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં કે એચ માધવાણી કોલેજે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બની હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે શિશુકુંજમાં અભ્યાસ કરતા બાળકો અને પ્રાગાબાપા આશ્રમના પરમહંસો તેમજ વિકલાંગ બાળકોના હસ્તે વિજેતા બનેલ સ્પર્ધકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ કિશનભાઇ રાઠો, કૃણાલ રજવાડી, જયદીપ સોલંકી, ઉમેશરાજ બારીયા, જય ઓડેદરા, સુરજ બારોટ, યશ ઓઝા સહિતે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

ફાઇનલ મેચમાં વિજેતા બનેલ ટીમનો આગેવાનોએ ઉત્સાહ વધાર્યો

પોરબંદરમાં સ્વ રાજીવ ગાંધી ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. આ ટુર્નામેન્ટમાં કે એચ માધવાણી કોલેજ વિજેતા બની હતી. જેથી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, પરિમલભાઈ ઠક્કરાર, ધર્મેશભાઈ પરમાર, આનંદ પૂંજાણી વગેરે હાજર રહ્યા હતા. અને વિજેતા બનેલ ટીમના ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.