પોરબંદર મોઢા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઈ

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણીય કાર્યક્રમ યોજાયો

પોરબંદર શહેરમાં આવેલ વિજે મોઢા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડાએ એવું જણાવ્યું હતું કે સુદામા અને પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં શિક્ષણ ક્ષેત્ર કાર્ય કરવાની એક ઉમદા તક મળીએ ગૌરવપૂર્ણ છે. સારા વિચારો પ્રસ્થાપિત થાય તો જીવ દયાની ભાવના આપોઆપ આવી શકે. પર્યાવરણના ઘણા પ્રશ્નો ઉભા થયા છે ત્યારે પ્રકૃતિ સામે નહીં પણ સાથે રહી વિનાશને અટકાવવા જણાવ્યું હતું. વધુમાં ઇશ્વરભાઇ ભરડાએે એવું પણ કહ્યું હતું કે જળ, જમીન અને જંગલના રક્ષણ માટે પર્યાવરણ શિક્ષણ જરૂરી છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની પ્રવૃતિને બિરદાવી હતી. અને ચકલી બચાવો અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ પણ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવે તે જરૂરી હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ ક્ષેત્રે અને ચકલી બચાવો અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પર્યાવરણ પ્રેમીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા તાલીમ ભવનના એસ જે ડુમરાળિયા, ભરતભાઈ રૂઘાણી, ભારતીબેન વ્યાસ, અશોકભાઈ મોઢા, વિશાલભાઈ પંડયા, પરેશભાઈ સવજાણી વગેરે હાજર રહ્યા હતા.

પર્યાવરણના રક્ષણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવ્યા

પર્યાવરણ ક્ષેત્રે અને ચકલી બચાવો અભિયાનમાં પ્રશંસનીય કામગીરી કરનાર પ્રકૃતિપ્રેમી માલદેવભાઈ ચૌહાણ, સરોજબેન કક્કડ, ગીતાબેન કાંતિભાઈ કાણકીયા, વેગડ ગોપાલભાઈ મિસ્ત્રી, માનવભાઇ કુહાળા, ક્રિષ્નાબેન ત્રિવેદી વગેરેનું પાણીના કુંડ અને ચકલીના માળા વિતરણ કરી તેમજ પ્રશસ્ય પત્રથી સન્માનિત કર્યા હતા.