પોરબંદર જીલ્લા વહીવટીતંત્રના આલા અધિકારીઓને તેના જ કર્મચારીઓ ગાંઠતા નથી

કર્મચારીઓ લાંચ લેતા હોય એવા કિસ્સા આલા (ઉચ્ચ) અધિકારીઓના ધ્યાનમાં લાંચ લેવાયા પહેલા ના આવતા હોય એ સ્વાભાવિક છે પરંતુ તેના વિભાગના કર્મચારીઓ નિયમોને નેવે મુકીને, જીલ્લા વહીવટીતંત્રમાં રસુખદાર હોદા પર કે મલાઈદાર ટેબલના સ્વામી હોવા માત્રથી આલા અધિકારીઓને અંધારામાં રાખીને કોઈ આયોજન કે પાર્ટી પ્રોગ્રામ કેવી રીતે કરી શકે ? આવા તો અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.

વિભાગોમાં વિભાગીય બદલીઓ થતી હોય ત્યારે પણ કેટલાક ગુમાની કર્મચારીઓ પોતાની પસંદનો વિભાગ કે ટેબલ બહાદુરી પૂર્વક મેળવી લેતા હોય છે તથા કોઈ સરકારી કાર્યક્રમનું આયોજન કે પ્રોગ્રામ સરકારી કર્મચારીઓના નેજા હેઠળ આયોજીત થતા હોય ત્યારે PASS કે FOOD PACKET  ઘણી વખત તો CASH DOLS કે KIT’S  જેવા લાભ જે જનતાને મળવાના હોય તેનાથી વધુ તો આવા રસુખદાર કર્મચારીઓ હજમ કરી જતા હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવેલા છે. એક વર્ષ પહેલા (ઓફલાઈન) સમાચાર તો એવા પણ જાણવા મળેલા કે એક બૌ મોટા વગદાર કર્મચારી (Clerck) એ એક બઉ મોટા વહેપારી પાસેથી “સેનેટરી પેડ” (૧૦૦ થી વધુ નંગ) ની લાંચ લીધેલ હતી અને ભાગબટાઈમાં વાંધા ના કારણે અખબાર જગતની સમક્ષ આ કિસ્સો આવ્યો હતો, આમ આલા અધિકારીઓ માત્ર સરકાર વતી મુકપ્રેક્ષક બનીને જોતા રહે છે, ત્યારે કડક સ્વભાવના કોઈ અમલદાર કે અધિકારી વડા તરીકે આવતા ન હોવાથી જનતા બાપડી પીસાઈ રહી છે, કેટલાક કિસ્સાઓમાં કેટલાક આલા અધિકારીઓ એવા પણ છે જેને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી “મસ્તરામ” કહીને પણ સંબોધી શકાય. ત્યારે સરકાર ગરીબ કલ્યાણ મેળા, ખેલો ગુજરાત કે વાંચે ગુજરાત જેવા કાર્યક્રમ કરે તો છે પણ તેનો સાચો લાભ જનતાથી વધુ તો (વગદાર) મનમાની કરતા કર્મચારીઓ માટે વધુ હિતકર અને ફલપ્રદ હોય છે.

આમ પોરબંદર જીલ્લા વહીવટીતંત્રની મોટાભાગની ઓફીસ અને ટેબલ પર મોટાભાગના અરજદારને સામાન્ય રીતે એ જવાબ સામાન્યતઃ જ મળી રહે છે કે “કાલે આવજો” અત્રે એ ઉલ્લેખનીય છે કે પોરબંદર જીલ્લા સેવાસદન શહેરથી આઠ કિલોમીટરના અંતરે આવેલું હોય આવી મોંઘવારીમાં ગામડાના કે શહેરના કોઈ પણ અરજદાર કે જેઓને ત્યાં આવવાનો ખર્ચ થયેલ હોય તેને “બેસો થોડીવારમાં તમારું કામ કરી આપીએ “એવા જવાબની અપેક્ષા હોય એને બદલે સીનીયર અને વગદાર એવા કેટલાક ગુમાની કર્મચારીઓ કે જે પોતાના આલા અધિકારીઓને જ ગાંઠતા ન હોય ત્યારે જનતાને શી દાદ આપવાના ?

પાછલા બે વર્ષથી તો આ કારણોસર જ વિભાગીય સામુહિક બદલીઓ ટાળી દેવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના કર્મશીલ અને ગતિશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની કૃપાદ્રષ્ટિ પોરબંદર પર ક્યારે પડે અને ક્યારે પોરબંદર જીલ્લા વહીવટીતંત્રને કડક, ચુસ્ત અને માનવતાલક્ષી (T. N. SHESHAN) જેવા અધિકારી મળે જેની આણ મનમાની કરતા દરેક કર્મચારીઓ પર ફરકતી હોય તેવી જનતા તરફથી રાહ જોવાઈ રહી છે.

એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં ત્રણ વર્ષથી વધુ સમય કોઈ અધિકારીને કે કર્મચારીને સરકાર આપતી નથી ત્યારે પોરબંદર જીલ્લા વહીવટીતંત્રમાં મોટાભાગના એવા વિભાગો અને ટેબલો છે જ્યાં ત્રણ વર્ષથી વધુ જે તે કર્મચારી જે તે વિભાગ કે ટેબલ પર જોવા મળી રહ્યા છે, આને ચૂક કે વહીવટી ગુણવતા માની લેવામાં આવે તો પણ કોઈ કર્મચારી મનમાની કેવી રીતે કરે છે તેની તપાસ જો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે તો આલા અધિકારીઓની મજબુરી અને રસુખદાર કર્મીઓની મનમાની એ પહેલું કારણ સામે આવી શકે, ત્યારે પોરબંદર નિવાસી કલેકટર અને જીલ્લા કલેકટર આ અંગે જનતાનો મુક સંદેશ સમજી ખોટી મનમાનીઓને ચાલવા પર રોક લગાવે એવી લોકમાંગ અવારનવાર ઉઠી છે. પણ બાપડી જનતાનું સાંભળે કોણ ? સરકારોને માત્ર “મત” ની અને અધિકારીઓને “પદ” ની જરુર હોય છે અને એ પૂરી થઇ જતી હોય ત્યારે જનતાને “માઈબાપ” કહેવા કોને પડી છે.

આ પણ વાંચો.

પોરબંદર, લગ્ન પ્રસંગમાં જમણવાર બંધ પણ સરકારી કર્મચારીઓ માટે છૂટો દોર : કોરોનાવાયરસની મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં જમણવાર બંધ કરવા નિયમ બનાવ્યો છે પરંતુ આ નિયમ સરકારી કર્મચારીઓને જાણે લાગુ ન પડતો જ નથી. લગ્ન પ્રસંગોમાં વધુ સંખ્યામાં લોકોને ન જોડાવા પણ જણાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ એક સ્થળે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસ ત્રાટકી હતી અને યુગલો પણ નાસી છૂટયા હતા. વધુ વાંચવા અહી ક્લીક કરો 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.