લગ્ન પ્રસંગમાં જમણવાર બંધ પણ સરકારી કર્મચારીઓ માટે છૂટો દોર

કોરોનાવાયરસની મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં જમણવાર બંધ કરવા નિયમ બનાવ્યો છે પરંતુ આ નિયમ સરકારી કર્મચારીઓને જાણે લાગુ ન પડતો જ નથી. લગ્ન પ્રસંગોમાં વધુ સંખ્યામાં લોકોને ન જોડાવા પણ જણાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ એક સ્થળે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસ ત્રાટકી હતી અને યુગલો પણ નાસી છૂટયા હતા. સમૂહ લગ્નોત્સવના સ્થળની જગ્યાએ તેઓએ પોતાના ઘરે જઈને લગ્ન કર્યા હતા પરંતુ હાલ સરકારી કર્મચારીઓ જાણે બેરોકટોક બન્યા હોય તેમ પોરબંદરમાં આવેલ નેશનલ હાઈવેની બાજુમાં નર્મદા ડેરી પાસે ગોકુલ નગર ખાતેના એક રહેણાંક સ્થળે મહેસુલ વિભાગના કર્મચારીઓ દ્વારા સાંજના 7:30 વાગ્યે સમુહ ભોજન સમારોહ યોજવામાં આવી રહ્યો છે.

હાલ જોવાનું એ રહ્યું છે કે પોલીસ દ્વારા કોરોના વાયરસ બીમારીના કારણે લોકોને સરકારના નિયમોનોનું ચુસ્તપણે પાલન કરાવવામાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો શું અહીં પોલીસ કાર્યવાહી કરશે કે આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું છે. હાલ પોલીસ દ્વારા સામાન્ય પ્રજાજનોને માતબર દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મહેસુલ વિભાગના કર્મચારીઓને પોલીસ છાવરી રહી છે કે પછી આયોજકોની અટકાયત કરીને પ્રજામાં એવો મેસેજ આપશે કે જીલ્લા તંત્ર નિષ્પક્ષ છે ? જમણવારના સ્થળ પર ત્રાટકી કાર્યવાહી કરશે તે પણ સવાલ ઉઠયો છે. હાલ તો સરકારી કર્મચારી હોય કે પછી કોઈ મોટા નેતા હોય તે તમામને સરખા નિયમ લાગુ પડે તેવી પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે.

Source : arvind vala