પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે મંજુબેન કારાવદરાની નિમણૂક

પોરબંદર જીલ્લા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ કબ્જો કર્યો છે ત્યારે ભાજપ પ્રેરિત જિલ્લા પંચાયતના પ્રમુખ પદે મંજુબેન કારાવદરા નિમણૂક કરવામાં આવી હતી. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદે મંજુબેન કારાવદરા અને ઉપપ્રમુખપદે ગોપાલભાઈ કોઠારીની નિયુક્તિ થઈ હતી. આજે તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ હતી.