NCR હવે ઓનલાઈન ફોર્મ ભરવાની છુટ

બાયોમેટ્રિક્સ અથવા તો કોઈ દસ્તાવેજો માગવામાં આવશે નહીં: ગૃહ મંત્રાલય નો અહેવાલ

કેન્દ્ર સરકાર પોતાના કેટલાક ખાસ નિર્ણયોમાં અને પગલાઓ માં ફેરફાર કરી રહી છે કે અને તેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા એવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર માટે હવે લોકોને ઓનલાઈન ફોર્મ ભરવા અને વિગતો આપવાની છૂટ મળશે.

ગૃહ મંત્રાલયના અહેવાલમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે લોકો પાસેથી કોઈ દસ્તાવેજો માગવામાં આવશે નહીં અને બાયોમેટ્રિક ની પણ કોઈ વિધિ કરવામાં આવશે નહીં. વસ્તી ગણતરી માટેના અધિકારીઓ ડોર ટુ ડોર વિગતો એકત્ર કરવા આવે તેના એક માસ પહેલા લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અહેવાલમાં એવી માહિતી પણ આપવામાં આવી છે કે ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ ફોર્મ ભરનારા લોકોને એક રેફરન્સ કોડ મળશે જે ગણના કરવા વિઝીટ કરનાર અધિકારી સમક્ષ બતાવી શકાશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા એનપીઆર ની કાર્યવાહીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ફોર્મ ભરનાર દ્વારા જે વિગતો આપવામાં આવી હશે તે મોબાઇલ એપ્લિકેશન માં સંગ્રહ કરવામાં આવશે અને વસ્તી ગણતરીની કાર્યવાહીમાં તેનો ઉપયોગ કરવામાં આવશે આ સિવાય કોઈની પાસેથી બાયોમેટ્રિક્સ લેવામાં આવશે નહીં કે પછી કોઈ જાતના દસ્તાવેજો માગવામાં આવશે નહીં.

આ તમામ વિગતો નવી ડેવલપ કરવામાં આવનાર સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવો હોય તો તે થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે એનપીઆર નો અમલ 2020 માં 1લી એપ્રિલથી થવાનો હતો પરંતુ ત્યારબાદ કોરોનાવાયરસ મહામારીને કારણે આ કામગીરી મુલતવી રાખી દેવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK -AB2NEWS