પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ત્રણ બોટ અને 18 માછીમારોના અપહરણ કરાયા

ભારતીય જળસીમામાં ઘૂસી પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય માછીમારોના અવારનવાર અપહરણ કરવાના બનાવો સામે આવે છે ત્યારે વધુ એક વખત ત્રણ બોટ અને 18 માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા હતા તે સમય દરમિયાન અપહરણ કરવામાં આવયા હોવાનું માછીમાર અગ્રણી મનીષ લોઢારી દ્વારા જણાવ્યું હતું તેઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ભારતીય જળસીમા નજીક સૌરાષ્ટ્રની કેટલીક ફિશિંગ બોટ ગ્રુપમાં ફિશિગ કરી રહી હતી ત્યારે એકાએક પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ત્યાં આવી પહોંચી હતી. અને બંદૂકના નાળચે ત્રણ બોટ અને 18 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા. અને આ માછીમારોને બોટ સાથે કરાંચી લઈ જવામાં આવ્યા હતા. જેમાં બે બોટ પોરબંદરની હોય અને એક વેરાવળની હોવાનું જણાવ્યુ હતું. આમ વધુ એક વખત માછીમારોના અપહરણ કરવાનો બનાવ સામે આવ્યો હોવાથી માછીમાર અગ્રણીઓમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે.