લવજેહાદ અંગે ધારાસભ્ય વિક્રમ માડમના વિધાન સામે વિવાદ: માફી માંગી લીધી

લાલબંગલા સર્કલ ખાતે એબીવીપી દ્વારા હવન કરવામાં આવ્યો : વોર્ડ નં. 1ની સભા દરમ્યાન લવજેહાદના કાયદા અંગે બોલ્યા હતા માડમ : વિડીયો મેસેજ દ્વારા આહિર સમાજ અને હિન્દુ સમાજની માફી પણ માંગી લીધી

લવજેહાદના કાયદા સંબંધે એક સભા દરમ્યાન ખંભાળીયાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ દ્વારા કરવામાં આવેલા વિધાન સામે આહિર સમાજ તથા હિન્દુ સમાજમાં રોષ ફેલાયો હતો, જો કે ખુદ વિક્રમભાઇ દ્વારા વિડીયો મેસેજ મારફત સોશ્યલ મિડીયા પર આખી હકીકત દશર્વિીને કોઇની લાગણી દુભાવવાનો ઇરાદો નહીં હોવાનું કહીને માફી માંગી લેવામાં આવી હતી, બીજી બાજુ એબીવીપી દ્વારા લાલબંગલા સર્કલ ખાતે વિરોધમાં હવન કરાયો હતો.

મહાનગરપાલીકાની ચુંટણી દરમ્યાન વોર્ડ નં. 1ની ચુંટણી સભા દરમ્યાન વિક્રમ માડમ લવજેહાદના કાયદાને લઇને બોલ્યા હતા અને કેટલાક યુવક-યુવતિઓએ કરેલા લગ્ન સંબંધેની ચચર્િ કરી હતી અને તેમાં જે તે સમાજનું નામ એમના દ્વારા લેવામાં આવ્યું હતું, એમણે એવું પણ કહયું હતું કે દિકરી 18 વર્ષની હોય તો કયાં લગ્ન કરવા એ નકકી કરવાનો તેનો અધિકાર છે, જો કે આ દરમ્યાન ખાસ કરીને સમાજનો ઉલ્લેખ કરાયો હોવાના કારણે જોત જોતામાં વિક્રમ માડમની આ સભાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો હતો જેને લઇને રોષની લાગણી જન્મી હતી.

સોશ્યલ મિડીયામાં લવજેહાદ સંબંધેના વિધાન અંગે રોષ જાગ્યો હોવાના અહેવાલો મળ્યા બાદ ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા સોશ્યલ મિડીયા પર પોતાનો વિડીયો મેસેજ મુકવામાં આવ્યો હતો અને તેમાં એવી ચોખવટ કરાઇ હતી કે એક વ્યકિતએ સભામાં મને પુછેલા સવાનો મે જવાબ આપ્યો હતો, આ સિવાય આહિર સમાજ કે હિન્દુ સમાજની લાગણી જરા પણ દુભાવવાનો મારો કોઇ ઇરાદો હતો નહીં, આમ છતાં જો આ વિધાનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છું.

વિક્રમ માડમ દ્વારા લવજેહાદ સંબંધેના પોતાના વિધાન અંગે માફી માંગી લેવામાં આવ્યા બાદ પણ વિરોધ અટકયો ન હતો અને ખાસ કરીને ભાજપ સમર્પીત અખીલ ભારતીય વિધાર્થી પરિષદે ગઇકાલે લાલબંગલા સર્કલ ખાતે ધારાસભ્યને સદબુઘ્ધી મળે તે માટે કરીને હવન કર્યો હતો અને લવજેહાદ સંબંધે વિક્રમ માડમના વિધાન સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો.

આમ પાલિકા-પંચાયતોની ચુંટણી દરમ્યાન આ નવો વિવાદ સામે આવ્યો છે, જો કે વિક્રમ માડમે પોતાના તરફથી સ્પષ્ટતા કરી લીધી છે અને પોતાના સમાજની તથા હિન્દુ સમાજની માફી માંગી લીધી છે આમ છતાં સોશ્યલ મિડીયા પર અને ખાસ કરીને ફેસબુક ઉપર એમના વિધાનને લઇને મોટા પ્રમાણમાં કોમેન્ટો કરવામાં આવી રહી છે, જો કે ધારાસભ્ય વિક્રમ માડમે માંડી માંગી લીધી હોવાથી વિવાદ હાલની તકે પૂર્ણ થઇ ગયો છે.