પોરબંદર : 28 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદરમાં આગામી નગરપાલીકા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને પકડાય જેથી કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાઇ જે બાબતે ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જ સી, કોઠીયા સાહેબના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ.આહિર સાહેબની સુચના મુજબ કીર્તિમંદિર આર્મ્સ એક્ટ ચીફ જ્યુડીશ્યલ મેજી સા.ની કોર્ટ મુજબના કામેના આરોપી મુકેશ ઉર્ફે ભુરી વીંજાભાઈ ટોડરમલ જાતે ખારવા રહે રામદેવપીરના મંદિર પાસે બદામના ડાયરા પાસે ખારવાવાડ પોરબંદરવાળો છેલ્લા ૨૮ વર્ષ મુદતમાં હાજર નહી રહેનાર અને પોતાની પકડથી બચવા પોરબંદર થી દમણ, વાપી, વળાંકબારા અલગ અલગ જગ્યાએ રહેણાંક બદલતો હોય જેથી આરોપી વિરુધ્ધ સી.આર.પી.સી.ક .૮૨ મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરતા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવેલ અને આજરોજ પો.હેડ.કોન્સ.જી.આર.ભરડાને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉપરોક્ત ગુન્હાના કામનો આરોપી હાલ ખારવાવાડમાં આવેલ હોય જેથી આરોપીની શોધ ખોળ કરી તપાસ દરમ્યાન છેલ્લા ૨૦ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો આરોપી મુકેશ ઉર્ફે ભુરી વીંજાભાઈ ટોડરમલ જાતે ખારવા રહે.રામદેવપીરના મંદિર પાસે બદામના ડાયરા પાસે ખારવાવાડ પોરબંદરવાળો મળી આવતા આરોપીને પકડી નામદાર ચીફ જ્યુડી.મેજી. સાની કોર્ટ રજુ કરેલ છે આમ છેલ્લા ૨૦ વર્ષથી પોતાની પકડથી બચવા નાસતો ફરતો રહેનાર આરોપીને શોધી કાઢી પ્રસંનીય કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે . સદરહું કામગીરી PI એચ.એલ.આહિર તથા HC ગીરીશ રાજાભાઈ ભરડા, બી.પી.કારેણા તથા Pc વિપુલ રાયસીંગ ઝાલા, અરવીંદ કાનાભાઇ શામળા દ્વારા કરવામાં આવેલ છે .