બેલગામ પોરબંદર જીલ્લા શિક્ષણાધિકારી, ગાંધીનગર સુધી પહોચ હોવાથી શિક્ષકો સાથે ઉદ્ધતાઈ

જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા વારંવાર થતા તોછડા વર્તન, અસંવેધાનિક શબ્દ પ્રયોગ તથા દમન યુક્ત વ્યવહાર

પોરબંદર જિલ્લાના શિક્ષણ અધિકારી જ્યારથી પોરબંદરમાં નવ નિયુક્ત થયા ત્યારથી જ વિવાદોમાં સપડાયા છે. માત્ર ગણતરીના દિવસોમાં જ અનેક વખત વિવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારી આવી ગયા છે ત્યારે આ બેલમ બનેલ જિલ્લા શિક્ષણ અધિકારી પર લગામ લગાવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. પરંતુ હાલ જવાબદાર તંત્ર દ્વારા પણ બેલગામ બનેલ શિક્ષણ અધિકારી પર કોઈ પ્રકારની લગામ લગાવવામાં આવતી નથી.

જેનો ભોગ શિક્ષકો બની રહ્યા છે. શિક્ષણ અધિકારીના અસહ્ય માનસિક ત્રાસના કારણે અંતે એક શાળાના આચાર્યોને રાજીનામું ધરી દેવા માટે મજબૂર બનવું પડી રહ્યું હતું. છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા બેલગામ બનેલા શિક્ષણ અધિકારી પર કોઈ પ્રકારની લગામ લગાવવામાં આવી નથી.

કુતિયાણાના કોટડા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય દિવ્યેશ કે. ચંદ્રવાડિયાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ આવી રાજીનામુ ધરી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી શિક્ષણ સહાયક તરીકેની ફરજ બજાવે છે અને સરકારી નોકરી પરથી જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. કણસાગરા દ્વારા વારંવાર થતા તોછડા વર્તન, અસંવેધાનિક શબ્દ પ્રયોગ તથા દમન યુક્ત વ્યવહારને કારણે નોકરી પરથી સ્વૈચ્છિક રાજીનામુ આપવા ઇરછે છે.

વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, પોરબંદરના શિક્ષણ વિભાગની કચેરી દ્વારા કોઈ આગોતરી જાણકારી વગર માત્ર સોશિયલ મીડિયામાં શાબ્દિક મેસેજ દ્વારા તારીખ 5 ફેબ્રુઆરી નાં બપોરે 11:43 મિનિટે જાણ કરવામાં આવી હતી કે આજે 5:30 વાગ્યે તમામ આચાર્ય તથા ઇન. આચાર્યોએ બોર્ડ પરીક્ષા માટેના પરિણામ સુધારણા માટેના વિષય વાર આયોજન સાથે તાત્કાલિક પોરબંદર ઉપસ્થિત રહેવું. પરંતુ સરકારી કર્મચારીને ગુલામની જેમ દોડાદોડી કરાવવી એ અધિકારીની માનસિકતા જોવા મળતી હોવાના આક્ષેપ કર્યા છે.

વધુમાં પ્રતિનિધિ મારફતે આચાર્યએ આયોજન મોકલ્યુ તો કારણદર્શક નોટિસ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવું જણાવ્યું હતું. 7:15 થી 1:15 સુધી અથવા 11 થી 5ની શાળા ચલાવતા ગ્રામ્ય વિસ્તારના ઇન આચાર્ય 5:30વાગ્યે કચેરીએ તાત્કાલિક કઇ રીતે પહોંચી શકે નહીં. તે જ દિવસે મામાના આકસ્મિક મૃત્યુ ને કારણે આચાર્યને 4 વાગ્યે શાળાએથી જવાનું થયું હતું જેથીઆ અંગેની જાણ કરીને અનુપસ્થિત રહ્યા હતા.

જેથી આ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રતિનિધિને તારીખ સહિત બનાવેલા વિષય વાઇઝ આયોજન સાથે જ મોકલેલા હતા જે તેઓ રજુ કરવા માટેજ આવ્યા હતા. પરંતુ બધા વચ્ચે અપમાનિત કરી જોયા કે વાંચ્યા વગર જ રિજેક્ટ કર્યા હતા. કોરોમાં મહામારી બાદ માંડ શરૂ થેયલી શાળાઓમાં કોર્સ પૂર્ણ કરવો કે રોજ એક વ્યક્તિએ આયોજન માટે ત્યાં આવવાનુ?

વધુમાં ઉમેર્યું હતું કે, 21 ઓક્ટોબરના દિવસે તેમને કોરોના પોઝિટિવ આવેલ જે દિવસે પણ કચેરી ખાતે આચાર્યઓ માટેની એક મિટિંગ હોય. કોરોનાના લક્ષણો જણાતા હોય જેનો રિપોર્ટ કરતા પણ પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર એવો ઉડાઉ જવાબ મળ્યો કે “નહીં મિટિંગમાં તો તારે જ આવવું જોશે. પ્રતિનિધિ નહીં ચાલે.” અગાઉ પણ મિટિંગમાં તોછડાઈના અનેક નિવેદનો જેમ કે, “ હું તમને ઘર ભેગીના કરી દઈશ.” “ હું તમને આજીવન કચેરીએ ધક્કા ખાતા કરી દઈશ”. “હું એક શેરો…. મારીશ તો નવરા કરી દઈશ”.અને “ તમારા જુના ચોપડા ખોલિશ તો જેલ ભેગીના થઈ જશો” આવા વાક્યો સામાન્ય મિટિંગોમાં વાપર્યા હતા. અધિકારીની આગેવાની હેઠળ સ્વમાન ભૂલી અપમાન સહન કરીને જ નોકરી કરવાની થતી હોય તો આ નોકરી સ્વૈચ્છિક રીતે મુકવા તૈયાર છું તેવું જણાવ્યું હતું. આમ ઇન્ચાર્જ આચાર્યે શિક્ષણ અધિકારીને વર્તનથી કંટાળી રાજીનામુ ધરી દેતા ભારે ચકચાર જાગી હતી. શિક્ષણ અધિકારીના અસહ્ય ત્રાસના કારણે શિક્ષકોમાં પણ ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.