પોરબંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ ક્રિકેટરનું કરાયુ સન્માન

પોરબંદર જિલ્લા સેવા સદન-૧ સભાખંડ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત રહેલા ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિત તાલુકા અને જિલ્લા લેવલે બુથ ઓફિસર, શ્રેષ્ડ કોલેજ કેમ્પસ એમ્બેસેડર, કલેકટર કચેરી અને પ્રાંત કચેરીઓમા ચૂંટણીશાખાના શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર પાઠવીને કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી.એન.મોદીએ કહ્યુ કે, ભારતની લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. મતદાન કરવુ એ આપણા હકની સાથે ફરજ પણ છે. કલેકટરશ્રીએ અપીલ કરી કે, ૧૮ વર્ષનાં દરેક વિદ્યાર્થીઓ, યુવાનો મતદાર યાદીમાં પોતાનુ નામ નોંધાવે તે જરૂરી છે. મામલતદાર કચેરીમાં સંપર્ક કરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકાય છે.

આ તકે નિવાસી અધિક કલેકટર રાજેશ એમ.તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદારશ્રીઓ સહિત અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શિક્ષકો, કોલેજના વિદ્યાર્થીઓ અને એન.જી.ઓનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કણસાગરાએ તથા આભારવિધિ એજ્યુકેશન ઇન્સ્પેકટર સંદિપ સોનીએ અને કાર્યક્રમનું સંચાલન શિક્ષક નીરવ જોશીએ કર્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.