GUVNLના કર્મચારીઓના ભથ્થા 10 હપ્તામાં ચૂકવી દેવાશે

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડનાઅધિકારી-કર્મચારીઓને તેમના ભથ્થાઓ ચૂકવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના કર્મચારીઓના ભથ્થાઓ દસ હપ્તામાં ચૂકવી દેવામાં આવશે.  ઉર્જા મંત્રી સૌરભ દલાલે આજે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન કંપનીઓના કર્મચારી-અધિકારીઓને  પહેલી જાન્યુઆરી 2016થી 31મી ડિસેમ્બર 2020 સુધીના સમયગાળામાં મળવાપાત્ર ભથ્થાઓના તફાવતની રકમની ચૂકવણી  ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા 10 સરખા હપ્તામાં ચૂકવવાની મંજૂરી આપી દેવામાં આવી છે.   તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 27મી નવેમ્બપ 2019ની દરખાસ્તમાં દર્શાવેલ ભથ્થાઓ પહેલી જાન્યુઆરી 2016થી ચૂકવવાનો નિર્ણય કર્યો છે.