પોરબંદરની યુવતિને જીટીયુ દ્વારા બ્રાન્ચ ટોપરનો મળશે ગોલ્ડ મેડલ

મુળ પોરબંદરની અને હાલ વડોદરા ખાતે પાલ યુનિવર્સિટીમાં એન્જીનીયરીંગમાં અભ્યાસ કરીને તમામ છ સેમેસ્ટરમાં ગોલ્ડ મેડલ મેળવતા જીટીયુ દ્વારા પણ તેને બ્રાન્ચ ટોપરનો ગોલ્ડ મેડલ આપવાનું જાહેર કરવામાં આવતા ખુશીની લાગણી જોવા મળી છે અને જુદા-જુદા આગેવાનોએ તેને બિરદાવી છે.

મૂળ મજીવાણા હાલ પોરબંદર નિવાસી આચાર્ય તરીકે કુછડી સીમશાળા નં. 1માં ફરજ બજાવતા રાજેન્દ્ર હરીલાલ પુરોહિત તથા કીર્તિબેન પુરોહિતની પુત્રી  સલોની એ વડોદરાની પાલ યુનિવર્સિટીમાંથી બાયોમેડિકલ એન્જીનીયરીંગ જેવી અઘરી ગણાતી શાખામાં પોતાની આગવી આવડતથી પ્રવેશ મેળવી તથા અભ્યાસમાં ખુબ જ સુંદર દેખાવ કરી આ અભ્યાસક્રમના કુલ છ માંથી છ સેમેસ્ટરમાં ઉતમ પ્રદર્શન કરી ખુબ જ સારા ગુણ મેળવી, દરેક સેમેસ્ટરમાં ગોલ્ડ મેડલ મેળવી અનન્ય સિદ્ધિ પ્રાપ્તકરેલ છે. કોઇ એક વિદ્યાર્થી દ્વારા સતત તમામ સેમેસ્ટરમાં ગોલ્ડ મેડલ મેળવવો તે ખુબ જ અઘ છે, છતાં સલોની દ્વારા આવી ઉચ્ચ સિદ્ધિ મેળવેલ છે. સલોનીની આવી ઝળહળતી સફળતા બદલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સલોનીને બ્રાન્ચ ટોપર નો ગોલ્ડ મેડલ આપવાનું ઠરાવેલ છે. જે કોઇપણ સમાજ કે માતા-પિતા માટે સ્વપન સમાન છે. સલોનીને સતત 6 સેમેસ્ટરમાં સાત ગોલ્ડ મેડલ મળ્યા હોય તેવી અનન્ય સિદ્ધિ માટે પુરોહિત પરિવાર, મજીવાણા બરડાઇ બ્રહ્મસમાજ તથા પોરબંદર શિક્ષક સમાજ સલોની તથા તેના માતા-પિતા માટે ગૌરવ અનુભવે છે. સલોની સતત આવી સિદ્ધિ હાંસલ કરતી રહે તથા સમાજનું ગૌરવ વધારતી રહે તેવી શુભકામના સાથે અભિનંદન પાઠવવામાં આવ્‌યા હતા.