ગમે તે સંજોગોમાં આંગણવાડીની બહેનો ફ્રન્ટલાઇન વોરીયર્સ હોય છે: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણ

પોરબંદર તા.૨, ૨જી ઓકટોબર ગાંધી જયંતિ નિમિતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનનું લોન્ચિંગ તથા આંગણવાડીની બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રિય સ્વચ્છતા દિવસ નિમિતે હેન્ડ વોશીંગ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં તથા રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજસીભાઇ જોટવાની ઉપસ્થિતિમાં બીરલા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા પાઠવીને કહ્યુ કે, ગાંધીજીએ આપણને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યુ છે. સહી પોષણ દેશ રોશન કાર્યક્રમ ચાલુ કરીને આંગણવાડીના બાળકોની સાર સંભાળ લેનાર બહેનોને પ્રોત્સાહિત કરવા માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, કોરોના હોય કે ગમે તે સંજોગોમાં આંગણવાડીની બહેનો ફ્રન્ટલાઇન વોરીયર્સ હોય છે. દેશમાં સ્વચ્છતા જરૂરી છે, અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન કરેલુ. હેન્ડ વોશીંગ કેમ્પેન અંતર્ગત ૫ લાખ બહેનો એક સાથે જોડાઇને હેન્ડ વોશીંગ કરવાનો વિક્રમ આજે ગુજરાતે પ્રસ્થાપિત કર્યો છે. હાલ કોરોનામાં માસ્ક, હાથ સેનેટાઇઝ કરવા તથા સામાજિક અંતર રાખવુ એ જ વેકસીન છે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ તથા બીજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવા સહિતના મંચસ્થ મહાનુભાવોએ જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ રાણાકંડોરણા આંગણવાડી કેન્દ્રની બહેનોને અર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી. તથા ૧૦ કિશોરીઓને સ્વચ્છતા કીટ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. તથા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ બહેનોને શક્તિ ફાઉન્ડેશન તરફથી સ્વચ્છતા કીટ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. રાણા કંડોરણા આંગણવાડી કેન્દ્રના બહેનોને જિલ્લાકક્ષાનો માતા યશોદા પુરસ્કાર વિતરણ કરાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરી, જિલ્લા મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન રિધ્ધિબેન ખુટી, પ્રભારી સચિવ એમ.જે.ઠક્કર, કલેકટર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસવડા રવિમોહન સૈની, નિવાસી અધિક કલેકટર રાજેશ તન્ના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણી સહિત અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેને સાવંતે ઉપસ્થિત મહેમાનો તથા તમામ બહેનોને પોષણ શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ તથા આભારવિધિ આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષીએ તથા કાર્યક્રમનું સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું.