પોરબંદર: આશા હોસ્પિટલને અતિઆધુનિક એમ્બ્યુલન્સ થઇ અર્પણ

પોરબંદરમાં વર્ષોથી થેલેસેમીક બાળકોને નિ:શુલ્ક રકત પુ પાડતી સંસ્થા આશા બ્લડ બેન્ક અને ચિલ્ડ્રન હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી તો સંસ્થાના દાતાનું અભિવાદન પણ થયું હતું. પોરબંદરમાં જશપર ફાઉન્ડેશન દ્વારા આશા હોસ્પિટલને અતિઆધુનિક એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી. પોરબંદર સહિત આસપાસના વિસ્તાર માટે છેલ્લા 3ર વર્ષથી સેવાકાર્ય કરતી સંસ્થા અશ્ર્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશા હોસ્પિટલ એન્ડ બ્લડ બેન્ક બહેનો, થેલેસેમિયા પીડીત બાળકો વગેરેને મદદપ બની રહી છે. આ સંસ્થાના માધ્યમથી થેલેસેમિયા પીડીત બાળકોને વિનામૂલ્યે લોહી પુ પાડવામાં આવી રહ્યું છે. લંડન સ્થિત સેવાભાવી અગ્રણી અને ગરીબ દર્દી માટે હરહંમેશ તત્પર રહેનાર રાજુભાઇ પાણખાણીયા (જશપર ફાઉન્ડેશન દ્વારા) આશા હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. રાજુભાઇ પાણખાણીયા બહેન-બનેવી અરજનભાઇ પ્રેમજીભાઇ લાડવા તથા જયવંતીબેન અરજનભાઇ લાડવાની સ્મૃતિમાં અશ્ર્વિન ભરાણીયા ચેરીટી ફાઉન્ડેશનને એક એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી. આ સેવાપ્રવૃતિનો શ્રેય હેમંતભાઇ સુરૈયા તથા મુકેશભાઇ વિઠ્ઠલાણીને આપવામાં આવ્‌યો હતો

શહેરમાં આવેલ નવા ફુવારા પાસે આશા હોસ્પિટલ ખાતે 108 વસંતકુમાર મહોદય, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર અશોક શર્મા હેમંતભાઇ સુરૈયા, મુકેશભાઇ વિઠ્ઠલાણી વગેરેની ઉપસ્થિતીમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્‌યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને નવીનીકરણના ા. 1,40,00,000 (એક કરોડ ચાલીસ લાખ)  એકત્ર કરવાના છે જેમાંથી દાતા ધીભાઇ અમૃતલાલ અમલાણીએ રપ લાખ પિયા આપતા તેમનું અભિવાદન કરવામાં આવ્‌યું હતું.

આમ આશા હોસ્પિટલમાં વધુ એક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઇ છે. દાતાઓના સહયોગથી આ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે જેથી આસપાસના દર્દીઓને સુવિધાનો લાભ મળી રહેશે અને આ સેવા પ્રવૃતિ બદલ રાજુભાઇ પાણખાણીયાનો પણ સંસ્થા દ્વારા આભાર વ્‌યકત કરવામાં આવ્‌યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.