ભાજપમાં ચૂંટણીની તૈયારી: સરકાર અને સંગઠનને તાલમેલ સાથે આગળ વધવા આદેશ

આગામી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨માં આવી રહી છે ત્યારે ગુજરાત વિધાનસભા ફરી સર કરવા માટે માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ૨૦૨૨ કે વિધાનસભાની ચૂંટણીને લઈને સરકાર તથા સંગઠન વચ્ચે પૂર્ણ રીતે તાલમેલ સાથે આગળ વધવા કેટલીક મહત્વની સૂચનાઓ આપી હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્રારા કોરોનાની મહામારીના બીજી લહેર દરમિયાન કરેલી કામગીરી તેમજ ત્રીજી લહેરની આગોતરી તૈયારીઓ અંગે  સમીક્ષા કરી હતી.

ગઈકાલે ગૃહમંત્રી અમીત શાહે બપોરે અઢી વાગ્યાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્ય સચિવ અનિલ મુકીમ અધિકારીઓની હાજરીમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન સાબરમતી આશ્રમ સાબરમતી રિવરફ્રન્ટ અને કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ ડ્રીમ પ્રોજેકટ તેમના મત વિસ્તારમાં આવે છે અને આ તમામ પ્રોજેકટ નિયત સમય પૂર્ણ થાય તે માટે તમામ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી આ ઉપરાંત સાયન્સ સીટી ડેવલપમેન્ટ પ્રોજેકટનુ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સંગઠન અને સરકાર તાલમેલ સાથે ચાલે તે માટે અમિત શાહ દ્રારા મહત્વની બેઠક અમદાવાદ સરકીટ હાઉસ ખાતે બોલાવી હતી તેમાં મુખ્યમંત્રી વિજય પાણી પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ અને સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં સરકારની તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાની કામગીરી દરમિયાન પ્રજાને કેટલીક હાલાકીનો સામનો કરવો પડો છે આ હાલાકી પર મલમપટ્ટી કરવા માટે થઈને લોકો વચ્ચે જવા ધારાસભ્યો અને અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે લાંબા સમયથી ચાલતા પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા અને ફાસ્ટ ટ્રેક પર મુકવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

લોકોમાં પ્રવર્તી રહેલા અસંતોષને દૂર કરવા છ જેટલી અલગ–અલગ બેઠકો કરીને સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ લાવવાનો પ્રયાસ કર્યેા છે. રાયપાલ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ સંગઠનના સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી આ ઉપરાંત પાટીદારો ની બેઠક અને આપ સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.