પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હનુમાન ચિરાગ પાસવાન સામે બળવો

લોક જનશકિત પાર્ટી માં ઉથલપાથલ જોવા મળી રહી છે

બિહારના રાજકારણમાં ફરીએકવાર ગરમાવો આવી ગયો છે. લોક જનશકિત પાર્ટી માં ઉથલપાથલ જોવા મળી રહી છે. હાજીપુર સાંસદ પશુપતિ પારસે જેડીયુના મોટા નેતા લલન સિંહ સાથે મુલાકાત કરી છે. એલજેપીના તમામ સાંસદોએ પશુપતિ પારસને પોતાના નેતા માની લીધા છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને પાંચ સાંસદોએ આ અંગે જાણકારી આપી છે. સ્થિતિ એવી બની રહી છે કે એલજેપી માં ચિરાગ પાસવાન એકલા પડતા જોવા મળી રહ્યા છે.

બિહારના રાજકારણમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂકેલા લોક જનશકિત પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ તેમના પુત્ર અને જમુઈથી સાંસદ ચિરાગ પાસવાન રાજકારણમાં એકલા પડતા જોવા મળી રહ્યા છે. ગત વર્ષ બિહારમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં અનેક પોતાના લોકોએ એલજેપી છોડી હતી, જે અત્યારે સાથે છે તે પણ છોડીને જઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે.

બિહાર વિધાનસભા પરિષદમાં એલજેપીનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરનારા નુતન સિંહ અગાઉ ભાજપમાં જોડાઈ ચૂકયા છે. ગત વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ચિરાગે પોતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદના હનુમાન ગણાવીને પાર્ટીને ચૂંટણી મેદાનમાં ઉતારી હતી. એવી સ્થિતિમાં ભાજપના નેતાઓએ પણ કહી દીધુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પોતાના બિહાર પ્રવાસમાં કહ્યું હતું કે એનડીએમાં ફકત ભાજપ, જેડીયુ, વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને હિન્દુસ્તાન અવામ મોર્ચા સામેલ છે. કહેવાય છે કે આમ છતાં એલજેપી મતદારોમાં ભ્રમ પેદા કરવામાં સફળ રહી અને આ કારણે ચૂંટણીમાં એલજેપી ભલે એક જ બેઠક પર જીતી પણ જેડીયુને અનેક બેઠકો પર નુકસાન પહોંચાડું હતું.

ચિરાગ માટે બિહાર વિધાનસભા ચૂંટણીનો દાવ હવે ઉલ્ટો પડો છે. બિહારમાં એક સાથે સરકાર ચલાવી રહેલા ભાજપ–જેડીયુના દબાણમાં એલજેપીના સંસ્થાપક રામવિલાસ પાસવાનના નિધન બાદ ખાલી થયેલી રાયસભા બેઠક પર એલજેપીના કોઈ નેતાને નહીં મોકલીને ભાજપે પૂર્વ ડેપ્યુટીસીએમ સુશીલકુમાર મોદીને મોકલી એલજેપીને સ્પષ્ટ્ર સંદેશ આપ્યો હતો કે એનડીએમાં હવે એલજેપીની સ્થિતિ પહેલા જેવી નથી. બાકીની કસર હવે જેડીયુ પૂરી કરવા તૈયાર છે. વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ રાયમાં ત્રીજા નંબરની પાર્ટી બની ગઈ છે. જેડીયુના નેતા આ માટે સૌથી વધુ એલજેપીને જવાબદાર ગણે છે. આવામાં જો કે જેડીયુ નેતા એલજેપીને લઈને ખુલીને કશું બોલતા નથી પરંતુ પરિસ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે જેડીયુ પોતાને થયેલા નુકસાનનો બદલો જલદી લઈ શકે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.