પેટ્રોલ પપં સામે બેસી દેશવ્યાપી આંદોલન કરશે કોંગ્રેસ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયેલા ભાવ વધારાને પગલે દેશની જનતામાં આક્રોશ અને અસંતોષ ફેલાયો છે અને જનતામાં દેકારો બોલી ગયો છે ત્યારે કોંગ્રેસ દ્રારા શુક્રવારથી દેશભરમાં ભાવ વધારા સામે ઉગ્ર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્રારા સત્તાવાર રીતે મીડિયાને એમ જણાવવામાં આવ્યું છે કે શુક્રવાર સુધી દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્રારા કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને દેશભરમાં તમામ પેટ્રોલ પંપની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવશે. કોંગ્રેસના વરિ નેતા રાહત્પલ ગાંધી સહિતના કેટલાક નેતાઓ દ્રારા પાછલા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ પદાર્થેાનો વધી રહેલા ભયંકર ભાવ વધારા ની સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરી રહ્યા છે અને હવે કોંગ્રેસે આ મુદ્દાને રાષ્ટ્ર્રીય આંદોલનમાં ફેરવી નાખવાનો નિર્ણય લીધો છે. જોકે કોંગ્રેસ દ્રારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે અત્યારે કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે ત્યારે વિરોધ પ્રદર્શન સાંકેતિક હશે અને આમ જનતાને કોઈ પણ પ્રકારની તકલીફ પડવી જોઈએ નહીં અને કોંગ્રેસના કાર્યકરોને પણ આ પ્રકારની સુચના આપી દેવામાં આવી છે.

કેટલાક રાયોમાં પેટ્રોલનો ૧ લીટરનો ભાવ ૧૦૦ પિયા અથવા તેનાથી વધારે થઈ ગયો છે અને જનતામાં દેકારો બોલી ગયો છે ત્યારે આર્થિક મુશ્કેલીમાં આ ભયંકર ભાવ વધારાથી લોકોની પરેશાનીમાં બમણો વધારો થયો છે અને કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિ દેશમાં અસંતોષ પેદા કરી રહી છે તેવા આરોપો સાથે કોંગ્રેસ દ્રારા શુક્રવારથી દેશ ભરમાં આંદોલન કરવામાં આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.