પોરબંદર : કલેકટર અશોકશર્મા ના માર્ગદર્શન હેઠળ સમિતિઓની રચના

પોરબંદર તા.૫ બાળકોને કોવિડથી રક્ષણ આપવાની પૂર્વ તૈયારી તેમજ  કોવિડની સંભવિત ત્રીજી લહેરની ધારણા વ્યકત કરવામાં આવી છે અને આ લહેરમાં બાળકોને ચેપના જોખમનું અનુમાન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી અશોક શર્મા  તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી .કે .અડવાણી અને ટાસ્કફોર્સના સદસ્ય તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ બહુઆયામી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જેમાં તમામ પ્રકારના સ્ટાફ ને તાલીમ અને મેડિકલ ઓકસીજનની વ્યવસ્થા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ કોવિડ માટે ખાસ ટાસ્કફોર્સ કાર્યરત છે જેમાં સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય તંત્ર  અને મેડીસિનના નિષ્ણાતો,અને વરિષ્ઠ તબીબી અઘિકારીઓનો સમાવેશ થાય છે.પૂર્વ તૈયારીઓમાં તેનું વખતોવખત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.

ત્રીજી લહેરમાં ઓક્સિજન તેમજ અન્ય વ્યવસ્થાઓ જળવાઈ રહેજિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સંભવિત પરિસ્થિતિને અનુરૂપ આયોજન કરી શકાય તે માટે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ એક સમિતિની પણ રચના કરવામાં આવી છે જેમાં જિલ્લાના અધિકારીઓ તેમજ

આરોગ્ય વિભાગના અધિકારીઓ ને પણ જરૂરી આયોજન કરી રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે.તબીબો અને આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ સહિત વિવિધ આયોજનોની રૂપરેખા ઘડવામાં આવી છે.

જિલ્લા કલેકટરના નેતૃત્વ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીના  સંકલન હેઠળ હવે ગ્રામીણ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી ઓકસીજન કોનસેન્ટ્રેટર અને સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં અંગે પણ રૂપરેખા ઘડવામાં આવી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.