લોકોનો વિશ્વાસ જાળવી રાખવો સાવ સહેલો પણ નથી !!

ઈસુદાન મંદિરમાં જઇને લોકોની સેવા કરે એ શંકા છે, બધાં ઈશ્વરના નામે ધંધો કરે છે – રમેશ સવાણી, પૂર્વ પોલીસ અધિકારી

ભગતસિંહ જેવી દેશદાઝ છે; પરંતુ વિચારો પુરાણપંથી છે ! સાચું લખીને ગુજરાતના લોકોને સાચો માર્ગ બતાવી રહેલા પૂર્વ IPS રમેશ સવાણીએ એન્કર ઈસુદાનની વાતો અંગે ઊંડું વિશ્લેષણ કર્યું છે.

તેમના મતે, ગુજરાતી ન્યૂઝ ચેનલ VTV ના જાણીતા એન્કર ઈસુદાન ગઢવીએ 3 જૂન 2021 ના રોજ ફેસબૂક ઉપર લાઈવ થઈને કહ્યું કે “પત્રકારત્વ છોડીને, હવે લોકો માટે કંઈક કરવું છે. લોકો માટે ખપી જવું છે ! શું કરવું તે 10/15 દિવસમાં નક્કી કરીશ. આવતી કાલે હું માતાજી પાસે જઈશ; પછી મંદિરોની મુલાકાત લઈશ; લોકોને મળીશ.”

તેમણે પોતાના શો ‘મહામંથન’માં ખેડૂતો/શ્રમિકો/ગરીબો/મધ્યમ વર્ગની સમસ્યાઓને વાચા આપી હતી.

ઈસુદાન ગઢવી હવે રાજકારણમાં ઝંપલાવશે. યુવાનો રાજકીય ક્ષેત્રમાં આવી પરિવર્તન લાવે તો દરેકને ગમે જ. પરંતુ યુવાનો લાગણીથી રાજકારણમાં ઝંપલાવે તેના કરતા વિચારસરણી મુજબ રાજકારણમાં પ્રવેશ કરે તો કંઈક ફેરફાર કરી શકે.

ઈસુદાન ગઢવીએ 55 મિનીટ સુધી ફેસબૂક લાઈવમાં વાત કરી પરંતુ પોતાની કઈ રાજકીય વિચારધારા છે; તેનો ફોડ ન પાડ્યો. તેઓ કઈ વિચારધારાવાળા પક્ષમાં જોડાવાના છે; તે અંગે કંઈ ન કહ્યું. પરંતુ તેમણે ઈશ્વરના સોગંદ ખાઈને લોકોની સેવા કરવાનો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો. હનુમાન ચાલીસા કર્યા વિના જમતો નથી; એવું પણ કહ્યું. પાકિસ્તાનના શાસક વાતની શરુઆતમાં, વચ્ચેવચ્ચે અને અંતમાં ‘ઈન્શાઅલ્લાહ’ બોલે છે તે રીતે; તેમણે વારેવારે માતાજીને/ઈશ્વરને યાદ કર્યા ! પરંતુ પોતાના વિચારોની સ્પષ્ટતા ન કરી.

સવાલ એ છે કે જો બધું ઈશ્વર ઉપર છોડવાનું હોય તો અને માનવી માત્ર નિમિત્ત હોય તો ઈસુદાનભાઈ કઈ રીતે લોકોની સેવા કરશે? ધાર્મિક લોકોને ગમે તેવું બોલવાથી સમાજસેવા થશે? માની લઈએ કે તેમની શ્રધ્ધા માતાજી/ઈશ્વરમાં છે તોપણ મંદિરની મુલાકાત લેવાથી લોકોની સેવા કઈ રીતે થઈ શકે?

તેમનામાં ભગતસિંહ જેવી દેશદાઝ છે; પરંતુ વિચારો પુરાણપંથી છે. ભગતસિંહ કહેતા કે ‘સમસ્યાઓનો ઉકેલ માનવીએ શોધવાનો છે; એમાં ઈશ્વર કંઈ કરી શકે નહીં.’ દુ:ખની વાત એ છે કે ગુજરાતના યુવાનો મંદિર તરફ મોં રાખીને સમાજ પરિવર્તન કરવા ઈચ્છે છે ! સત્તાપક્ષને જૂઓ; વારંવાર રામનામ લે છે; અને કામો રાક્ષસોને શરમાવે તેવા કરે છે,

ભારતમાં એવા પણ મુખ્યમંત્રી છે જે ભગવા કપડાં પહેરી સંતનો દેખાવ કરે છે અને કામ ગુનેગાર જેવા કરે છે; નિર્દોષ લોકોને જેલમાં પૂરે છે ! સંસાર છોડી દીધો છે; પણ સત્તાનો નશો છે ! યોગગુરુઓ બિઝનેસ કરે છે ! બધાં ઈશ્વરના નામે ધંધો કરે છે ! આ સ્થિતિમાં, ઈશ્વર/માતાજીની વાતો કરનારા પ્રત્યે શંકા થાય તે સ્વાભાવિક છે !

પરલોકવાદી વિચારધારા આ લોકની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે નહીં. કોઈ પણ ઈશ્વરવાદી વ્યક્તિ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે નહીં. ઈશ્વરવાદીઓ સમસ્યાનો ઉકેલ મંદિર/મસ્જિદના નિર્માણ દ્વારા લાવવા પ્રયત્ન કરે છે ! તેમનું આયોજન ઈશ્વર આધારિત હોય છે.

કોરોનાનો ઈલાજ ગૌમૂત્રમાં અને ગંગાસ્નાનમાં શોધશે ! અગાઉ બ્રહ્મચારીઓ, ભગવાધારીઓ, રામનામ જપનારા ઘણાંએ લોકોને છેતર્યા છે; એટલે ઈશ્વરના નામનો વધુ પડતો ઉલ્લેખ કરનારાઓથી સાચા ક્રાંતિકારીઓને ડર લાગે તે સ્વાભાવિક છે.

source : Ramesh Savani Facebook wall

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.