ડો. સિદ્ધાર્થ જાડેજા દર્દીઓ માટે દેવદૂત !!

પોરબંદર ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમા કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં છેલ્લા 1 વર્ષ કરતા વધારે સમયથી આઈ.સી.યુ, આઈસોલેસન, સેમી આઈસોલેસનમા ફરજ બજાવીને અનેક દર્દીઓને કોરોના મૂક્ત કરી દેવદૂત બનેલા ડો. સિદ્ધાર્થ જાડેજાએ પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવા અવિરત ચાલુ રાખી છે. અન્ય તબીબો પણ રાતદિવસ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

વૈશ્વિક મહામારીમા સામાજિક જવાબદારી કરતા કર્મના સિદ્ધાંતને પ્રાથમિકતા આપીને દર્દીઓની સારવારમા સતત કાર્યરત રહી અનેક દર્દીઓને કોરોના મૂક્ત કરવામાં યોગદાન આપ્યું છે. ડો. સિદ્ધાર્થ જાડેજા ને સાજા થયેલ દર્દી દેવદૂત માને છે. દિવસ રાત જોયા વગર આ તબીબ દર્દીઓની સારવાર માટે ઓતપ્રોત રહે છે.

ડૉ. સિદ્ધાર્થએ વધુમાં જણાવ્યું છે કે, સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂરિયાત મુજબની તમામ સારવાર આપવામાં આવે છે. દર્દીઓને જરૂરિયાત મુજબ પ્લાઝમા, રેમડેસિવર દવા પણ આપવામાં આવે છે. દર્દીઓ વહેલી તકે સ્વસ્થ બનીને ઘરે જાય તે જ અમારા માટે મોટી સિદ્ધિ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.