પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા આવતી કાલે જિલ્લાની મુલાકાત લેશે

પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને પ્રવાસન તથા મત્સ્યોધોગમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા આવતી કાલે તા. ૧૭ એપ્રિલના રોજ પોરબંદર જિલ્લાની મુલાકાત લઇને જિલ્લા સેવા સનદ-૧ ખાતે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે.

પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રી જવાહરભાઇ ચાવડા આવતી કાલે સવારે ૧૧ વાગે જિલ્લા સેવા સદન-૧ ખાતે યોજાનાર સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેવાની સાથે કોરોના મહામારી સામે જિલ્લામા થયેલી કામગીરી સહિતની બાબતે સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડશે.

પોરબંદર અને કુતિયાણા તાલુકા જીમ તા.૨૫ એપ્રિલ સુધી બંધ રહેશે

પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓના કેસ સામે આવતા સરકાર દ્રારા જનહિત લક્ષી નિર્ણય લઇને કોરોના વાયરસની ચેનને તોડવા માટે જરૂરી પ્રતિબંધનાત્મક/છુટછાટ લક્ષી જાહેરનામા અમલી છે. જેથી પોરબંદર તાલુકા જીમ સેન્ટર ઉમ્મેદ ભવન તથા કુતિયાણા તાલુકા જીમ સેન્ટર તા.૨૫ એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી પોરબંદર દ્રારા જણાવાયું છે.

વાર્ષિક તારણવાળી લોન પરના વધુ વ્યાજ વસુલ કરવુ કાનુની અપરાધ

પોરબંદર તા.૧૬, ગુજરાત રાજ્યમાં નાણાની ધિરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત મની લેન્ડિંગ એક્ટ-૨૦૨૧ અમલમાં છે. રાજ્ય સરકારે નવા વ્યાજદર અમલમાં મુક્યો છે. જેનો અમલ પોરબંદર જિલ્લામાં થાય તેમ જિલ્લા રજીસ્ટ્રાર પોરબંદર દ્રારા જણાવાયું છે.

વાર્ષિક ૧૨% તારણવાળી લોન પરના વ્યાજ દર (સિક્યોર્ડ લોન), વાર્ષિક ૧૫% તારણવગરની લોન પરના વ્યાજ દર (અનસિક્યોર્ડ લોન) આ નિયત કરેલ દરથી વધુ વ્યાજ વસુલ કરવુ કાનુની અપરાધ છે. આ નિર્દેશો અને નિયમોના ભંગ બદલ ધિરધારકર્તા સામે શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે છે. અને તેમનો પરવાનો રદ થઇ શકે તેમ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પોરબંદર દ્રારા જણાવાયું છે. વધુ વિગત માટે કચેરીનો ફો નં ૦૨૮૬ ૨૨૪૮૧૧૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.

રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે માલદેભાઇ ઓડેદરાએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી

પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી મુકાવવાનું જન અભિયાન ચાલુ છે. હાલ ૪૫ ઉંમર વર્ષ પુરા કરનાર તમામ નાગરિક વહેલી તકે રસી મુકાવે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા અસરકારક કામગીરી થઇ રહી છે. પોરબંદર ઉપરાંત કુતિયાણા, રાણાવાવ સહિત ગ્રામીણ વિસ્તારોમાં લોકો સ્વૈચ્છાએ વેકસીનેશન સેન્ટર પર જઇને રસી મુકાવીને અન્યને અપીલ કરી રહ્યા છે.

એક મહિના પહેલા કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યા બાદ રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બીજો ડોઝ મુકાવવા આવેલા માલદેભાઇ ઓડેદરાએ લોકોને પણ રસી મુકાવવા અપીલ કરી હતી. આ તકે માલદે ભાઇએ કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત હતો.

મોકર ગામના વિરજી બાપાએ કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લીધો

દરેક નાગરિકે કોરોના પ્રતિરોધક રસી મુવાવવી જોઇએ : વિરજીભાઇ

પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામમા રહેતા વિરજીભાઇ ભુવાએ કોરોના પ્રતિરોધક રસીનો બીજો ડોઝ રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુકાવ્યો હતો. આ તકે વિરજી બાપાએ લોકોને અનુરોધ કર્યો કે, કોરોના પ્રતિરોધક રસી મુકાવવી જરૂરી છે. રસીની  કોઇ આડઅસર થતી નથી, એક  મહિનામાં મે રસીના બન્ને ડોઝ મુકાવ્યા છે, હું સુરક્ષીત છું. કોરોના મહામારીને હરાવવા દરેક નાગરિક વહેલી તકે રસી મુકાવે તે ખાસ જરૂરી છે.  

પોરબંદર જિલ્લામાં રસીકરણ અભિયાનને સાર્થક બનાવવા આરોગ્ય વિભાગના ડોકટર્સ, કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. ૪૫ વર્ષ પુર્ણ કરનાર તમામ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે જિલ્લા તંત્ર દ્રારા ઝુંબેશ ચલાવવામાં આવે છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.