પોરબંદરના નિવૃત શીક્ષિકાનો સેવાયજ્ઞ

  • નિવૃતિમાં પ્રવૃત રહી અન્ય વડીલોને વેકસીનેશન સેન્ટર સુધી લઇ જાય છે.
  • મારા નજીકના વડીલો મારી વાત માને છે કેમ કે મે કોરોના રસીના બન્ને ડોઝ મુકાવ્યા છે: પ્રવિણાબેન 

પોરબંદર તા.૧૨, પોરબંદરના નિવૃત શિક્ષિકા અન્ય વડીલો માટે આદર્શ બન્યા છે. કોરોના મહામારીથી બચવા પ્રવીણા બહેને રસીના બન્ને ડોઝ મુકાવીને આસપાસમાં રહેતા લોકો માટે આદર્શ બન્યા છે. તથા અન્ય વડીલોને વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવીને નિવૃતિમાં પ્રવૃતિ કરી રહ્યા છે.  

પોરબંદર સ્થિત તળપદ કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવીને નિવૃત થયેલા પ્રવિણાબહેન લાખાણી નિવૃતિમાં પણ પ્રવૃત રહીને અન્ય વડીલો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. હાલ કોરોના મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. કોરોના પ્રતિરોધક રસી મુકાવવા સરકાર અને સેવાભાવી લોકો, અગ્રણીઓ લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે નિવૃત શિક્ષિકા પણ સ્થાનિકો માટે આદર્શ બન્યા છે. પ્રવિણા બહેન કહે છે કે, “ મે કોરોનાની બન્ને રસી ક્રમશ મુકાવીને સરકારશ્રીની ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કર્યુ છે. આં ઉપરાંત મારી આસપાસ રહેતા અન્ય વડિલો પણ વહેલી તકે રસી મુકાવે તે માટે હું કાર્યરત છું, હું સમજાવુ છુ કે, રસી સંપુર્ણ સુરક્ષીત છે, આપણા માટે છે, મેં મુકાવી છે અને તમે પણ મુકાવો. હું મારી નજીક રહેતા વડિલો સાથે વેકસીનેશન સેન્ટર પર જાઉ છું. જેથી તેઓનો આત્મવિશ્વાસ વધે છે.”

આમ પોરબંદરનાં નિવૃત શિક્ષિકા પ્રવિણા બેન અન્ય વડિલો માટે આદર્શ બન્યા છે.  

જિલ્લા સમાજ સુરક્ષા કચેરી પોરબંદર દ્રારા દિવ્યાંગોને અપીલ: કોરોનામાં બિન જરૂરી બહાર નિકળવાનુ ટાળો

પોરબંદર તા.૧૨, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્રારા કોવિડ-૧૯ની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લાના દરેક દિવ્યાંગ લાભાર્થીઓનું તથા કુટુંબનુ સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે બિનજરૂરી ઘરની બહાર જવાનું ટાળવુ અને સરકારશ્રીના રસીકરણ અભિયાનમાં સહભાગી બની તંદુરસ્ત અને સ્વસ્થ સમાજ બનાવવામાં તમારૂ યોગદાન આપો. તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્રારા આપવામાં આવતી દિવ્યાંગ સહાય યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ esamajkalyan.gujarat.gov.in  પર અરજી કરી શકો છો. યુ.ડી.આઇ.ડી. કાર્ડ તથા દિવ્યાંગ બસ પાસ પોસ્ટ મારફત પહોચાડી દેવાશે. તેમજ વધુ માહિતી માટે બને ત્યા સુધી ઓફીસે રૂબરૂ આવવાનું ટાળી અત્રેની કચેરીના લેન્ડ લાઇન નંબર ૦૨૮૬-૨૨૨૦૩૧૩ પર સંપર્ક કરવો.

પોરબંદર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે તા.૧૩ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પ યોજાશે

૪૫ વર્ષ પુર્ણ કરનાર દરેક નાગરિક રસી મુકાવે

પોરબંદર તા.૧૨, પોરબંદર જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ખાસ અભિયાન અંતર્ગત તા.૧૩ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી ૪૫ વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી હાથ ધરાશે.

જેમા પોરબંદરના કડીયા પ્લોટ, સુભાષનગર, છાયા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા જિલ્લા પંચાયત કચેરી તથા બખરલા, વિસાવાડા, સીમર, ગરેજ, ભડ, મોઢવાડા, કડછ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા માધવપુર અને અડવાણા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તથા રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા અને બિલેશ્વર પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર ખાતે તથા રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુતિયાણા મહિયારી, દેવડા, ખાગેશ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તથા કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તા.૧૩ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી દરરોજ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી રસી મુકવાની કામગીરી હાથ ધરાશે. ૪૫ વર્ષ પુર્ણ કરનાર દરેક વ્યક્તિ રસી મુકાવે તેવી જિલ્લા વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્રારા અપીલ કરાઇ છે.

પોરબંદર જિલ્લામા પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ

પોરબંદર તા,૧૨. પોરબંદર જિલ્લામા કોરોના વાઇરસના કેસ સામે આવતા તકેદારીના ભાગરૂપે આ ચેપી વાયરસનો ફેલાવો વધુ ના થાય તે હેતુથી સમગ્ર પોરબંદર જિલ્લામા આવેલા તમામ ધર્મના ધાર્મિક સ્થાનો તથા જાહેર સ્થળોએ પાંચ કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રતિબંધનાત્મક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે.

કોરોના મહામારીના કેસ સામે આવવાથી લોકોની સુરક્ષા માટે તથા આ ચેપી રોગનો વધુ ફેલાવો ના થાય તે હેતુથી સમગ્ર પોરબંદર જિલ્લામા તા૧૨ એપ્રિલથી તા.૩૦ એપ્રિલ સુધી તમામ ધર્મના ધાર્મિક સ્થાનો, ઉપાસનાના સ્થળો તથા જાહેર જગ્યાઓએ એક સમયે એક સાથે પાંચ કે તેનાથી વધુ વ્યક્તિઓએ એકઠુ થવુ નહીં, જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.