આજે સાંજે વડાપ્રધાન મોદી ફરી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા સંવેદનશીલ રાજ્યો ઉપર ફોકસ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ફરી એક વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બેઠક સાંજે 6.30 કલાકે શરૂ થશે. મોદીની આ બેઠકને લઈ દેશભરમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી શકે તેવી અટકળો પણ થઈ રહી છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. હાલના દિવસોમાં કેટલાક રાજ્યોએ કોરોના સંક્રમણ અટકાવવા નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાના નિર્ણયો કયર્િ છે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાને લઈને રવિવારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દાઓ અને રસીકરણ પર ચચર્િ થઈ હતી. આ બેઠકમાં કેબિનેટ સચિવ, પીએમના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.

દેશમાં વધી રહેલા કોરોનાના મામલે રાજકારણ તીવ્ર બની ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનએ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પર ખોટી માહિતી અને ભય ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, છત્તીસગઢના નેતાઓ દ્વારા ટિપ્પણીઓ થઈ છે, જેનો હેતુ રસીકરણ પર ખોટી માહિતી આપીને ભય ફેલાવવાનો છે. રાજય સરકાર રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેના મૂળભૂત સ્વાસ્થ્ય બંધારણ પર ભાર મૂકે તો સારું. સાથે જ તેમણે મહારાષ્ટ્ર વિશે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર જવાબદારીપૂર્વક કાર્યવાહી કેમ નથી કરી રહી તે સમજાતું નથી. લોકોમાં ભય ફેલાવવો એ મૂર્ખતા છે. વેક્સિન સપ્લાય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાજ્ય સરકારોને નિયમિતપણે આ અંગે અપડેટ આપવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે બીજા ઘણા રાજ્યોએ પણ તેમની આરોગ્ય સંભાળ પ્રણાલીને ઓળખવાની જરૂર છે. કણર્ટિક, રાજસ્થાન અને ગુજરાતમાં પરીક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે. પંજાબના ગંભીર રીતે બીમાર લોકોને જલ્દીથી હોસ્પિટલમાં દાખલ કરીને તેમના આરોગ્યમાં સુધારો કરવાની જરૂર છે.