કોરોના છે કે નથી ? એ તો જેને થયો હોય એને જ પૂછીએ તો ખબર પડે

કોરોના નથી એવો ફાંકો પહેલા તો એવું મનમાંથી કાઢી નાંખો.એ તો જેને થયો હોય એને પૂછજો.
હવે તમને પ્રશ્ન થશે કે નેતાઓ આવડી રેલીઓ કાઢતા ત્યારે કોરોના ક્યાં ચાલ્યો જાય છે, તો તેની પાછળની બે શક્યતાઓ રહેલી છે.
  1. તે સમય પર જાણી જોઈને કેસ ઓછા બતાવામાં આવતા હોય છે.
  2. બની શકે તે ભીડમાં કોરોના વારાઓ ઓછા હોય અથવા ન પણ હોય શકે.
એટલે તમારે સ્વીકારવું જ રહ્યુ કે કોરોના જેવી કોઈ બીમારી તો છે. તમે અત્યાર સુધી બચી ગયા તો એની પાછળનું કારણ એ છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધુ છે અથવા તો તમે કોરોનાગ્રસ્થના વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યા. એક કારણ એ પણ હોય શકે કે તમારી સ્વછતા જ તમને બચાવી લેતી હોય (એમ ન કહેતા કે તો રોડ ઉપર રહે તે ક્યાં સ્વસ્થ હોય છે અથવા તો ભીખ માંગે તે હજારો લોકોના સંપર્ક આવે છે તેને કેમ કોરોના નથી થતો ,તો ભાઈ એની ઇમ્યુનિટી પાવર વધુ હોય છે એટલે એમને કોરોના થવાની શકયતાઓ ઓછી છે.બાકી મારા તમારા જેવા લોકો ખાલી બાજુમી શેરીમાં કામ હોય તો પણ બાઇક લઈને નીકળી જઈએ છે તો આપણો ઇમ્યુનિટી પાવર ક્યાંથી હોય માટે સાવચેતી રાખવી ખુજ જરૂરી છે.)
કોરોના 19 ભારતમાં પ્રવેશ્યો તેને એક વર્ષ ઉપર થઈ ગયુ છે,પણ આપણે એની સામે લડવાનું હજુ નઈ શીખ્યા, ઠીક છે આપણે તો આપણા રોજિંદા કામોમાં પડ્યા હોય છે એટલે એટલી તસ્દી ન પણ લઈ શકીએ. પણ આપણી રક્ષા માટે, આપણા સારા ભવિષ્ય માટે જેને આપણા માટે જ કામ કરવા માટે છૂટ્યા છે એવા નેતાઓએ આખું વર્ષ શુ કર્યું આપણા માટે,તમારા વિસ્તારનો ધારાસભ્ય,સાંસદ સભ્યએ શુ કરી રહ્યો છે આ સમય પર,એ કામ કરે પણ શુ કામ તમે ક્યાં એને તમારા કામ માટે મોકલ્યો છે કા તો એ તમારા સમાજનો હતો એટલે મત આપ્યો કા તો એ કોઈ એવી પાર્ટીમાંથી ઉભયો છે જે પાર્ટીમાં જ્યાં તમને તમારો ધર્મ સુરક્ષિત દેખાઈ છે.
  • હવે ધર્મ તો સુરક્ષિત છે પણ તમે અસુરક્ષિત છો એનું શું ?
  •  તમારા ફેવરિટ નેતાઓ તો કઈ જ કામ નઈ આવે  હવે જે કઈ પણ કરવાનું છે એ તમારે પોતાને જ કરવાનું છે. જેને  તમે સૌથી  હોશિયાર માનીને વડાપ્રધાન બનાવીયો છે એતો માત્ર ભાષણવીર નીકળ્યો,
કોરોનાની મહામારીમાં 1 વર્ષ એને પણ મોજ કરી સાંભળ્યું છે કે ચોકીદાર 18 કલાક કામ કરે છે અત્યારે સુધી એક પણ રજા નઈ લીધી પણ  એનું રિઝલ્ટ  શુ માત્ર શૂન્ય. માત્ર ચૂંટણીની રેલીઓ કરી તાયફા કર્યા,બસ 18 કલાકમાં આજ કર્યું, પણ આખા વર્ષમાં કોરોના સામે લડવાનું હજુ પણ કોઈ આયોજન નથી.મી.મોદી પોતાની રેલીઓમાં 10 લાખ લોકો ભેગા કરે, મોટેરા સ્ટેડિયમમાં 65 હજાર લોકો મેચ જોવા માટે ભેગા કરે ખરેખર તો મેચ નઈ  સ્ટેડિયમ જોવા માટે લોકો ભેગા કર્યા હતા.અમદાવાદમાં કોરોમાં ફેલાયો એનું એક કારણ નવું સ્ટેડિયમમાં ભરાયેલી ભીડ પણ છે.
જે વ્યક્તિ આટલી ભીડ ભેગી કરે તેને શરમ પણ નઈ આવતી એવું કહેતા કે સોશિયલ ડિસ્ટનસ રાખજો.પાછી મોટી મોટી સલાહ આપે છે, અત્યારે સરકાર પણ કઈ નકી નથી કરી શકતી કે શું કરવું ને શુ ન કરવું .
કેમ કે કોઈ આયોજન નથી. હાઇકોર્ટે સલાહ આપે છે પણ બધું ફેલાઈ ગયુ ત્યારે બાકી ચૂંટણી ટાણે તો હાઇકોર્ટે પણ આખો બંદ કરીને બધું જોતું હતું.
3 કલાકની મીટીંગ એવું નક્કી થાઈ કે રાત્રી કરફ્યુ એક કલાક લંબાવવામાં આવશે.બોલો આના માટે 3 કલાક બગાડી, આજ તો છે વિકાસ,વિકાસની મોટી ડફાસો મારવા વારા કાલનું દ્રશ્ય નઈ જોયું કે શું સુરતમાં વેન્ટિલેટર કચરાની ગાડીમાં લઇ જતા હતા બોલો આમાનો 25 વર્ષનો વિકાસ.
કોવિડ માટેના ઇજેક્સનો નથી મળતા લાઇન ઉભે છે તો પણ બોલો આ જ તો ગુજરાત મોડેલ.
#સતર્ક_રહો #સુરક્ષિત_રહો