જીવજંતુઓનાં નિ:સાષાનો બદલો લેવા જ કુદરત ભૂકંપ, તોફાન અને મહામારીનું સર્જન કરે

જો હવે પણ મનુષ્ય નહિ સમજે તો મહાવિનાશ થઈને જ રહેશે.

મહર્ષિ કપિલે જણાવ્યું હતું કે માણસોના કુલ વજનથી જળ,જમીન પર રહેતા પ્રાણીઓનું વજન ૨૦ ગણા વધુ હોવું જોઈએ તો જ માણસો શાંતિપૂર્ણ પૃથ્વી પર રહી શકશે અને જો આવું નથી થતું તો પ્રકૃતિ જાતે જ કોઈ ન કોઈ રીતે મનુષ્યનું વિનાશ સર્જે છે. પશુ હિંસા આ પૃથ્વીને ઊંડો આઘાત પહોચાડે છે. પૃથ્વીને ગૌ કહેવામાં આવી છે અને એટલે જ ગૌ પર અત્યાચાર એ સીધું જ પૃથ્વી પર અત્યાચાર સમાન છે. એ કહેવાની જરૂર નથી કે ગાયની હત્યા કેટલી ઘાતક છે. જે પશુ પ્રાણીઓની હત્યા કરવામાં આવે છે તેમની હાયથી સમસ્ત સૃષ્ટિની ચેતના હણાય છે. શાસ્ત્રોમાં લખાયું છે કે આ જ પશુઓનાં નિસાસા જ મહામારી,તુફાન વગેરે જેવી કુદરતી આપત્તિઓ બનીને સામે આવતી હોય છે.

સર્વે દેવી દેવતાઓનાં વાહન પણ પશુપક્ષીઓ પ્રતિ પોતીકાંપણું દર્શાવે છે. જીવદયા પ્રેમ જાળવવા માટે આ સૌથી મોટું ઉદાહરણ છે. આ પૃથ્વી પર સાપનું આગવું મહત્વ છે. આ જ સર્પોથી પૃથ્વી સ્થિર છે માટે જ મહાદેવજી સર્પને ગળામાં લટકાવી ને ફરે છે અને ભગવાન વિષ્ણુ પણ શેષનાગની છાયામાં રહે છે. પુરાણોમાં પૃથ્વી શેષનાગના ફેણની નીચે હતી એવું લખ્યું છે. સર્પ ધર્મને સ્થિર બનાવે છે એ કારણે જ સમસ્ત મંદિરોની રક્ષાનો ભાર સાપની ઉપર જ હોય છે. સાપની હત્યા મહાપાપ છે. એ હજારો વર્ષો સુધી પીછો છોડતું નથી. જેમને સર્પ દોષ હોય છે તેમને અહસહનીય કષ્ટ ભોગવવા પડે છે. સાપને ખુશ રાખવા માટે હિંદુઓ હંમેશા યજ્ઞો કરે છે જયારે ચીન જેવા દેશ સાપને ખાઈને જાતે જ પોતાની બરબાદીને નોતરે છે. સર્પ હત્યા, ગૌ હત્યા, પશુ હત્યા જેવા પાપ કરે છે તેમને એમનો કાળ જ જવાબ આપે છે. આથી સ્પષ્ટ પ્રમાણ પૃથ્વી આપી શકતી નથી. હજુ કઇ પૃથ્વી એફિડેવિટ બનાવીને કોર્ટમાં જમા નહી કરાવે કે આ જ પશુ પક્ષીની હત્યા કરવા બદલ હું મહામારી બનીને તમારી સમક્ષ આવી છું.

સમસ્ત પ્રાણીઓની રક્ષા થાય એવી જ પ્રભુને પ્રાર્થના.

અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના  છે
સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના  છે

અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
વિજ્ઞાન  ભલેને  ગમે  તેટલી  શેખી મારતું  રહે
ઈશ્વર જ  સર્વસ્વ  છે  એ  પ્રમાણ કોરોના  છે

જંગલ,જમીન,જનાવર,જળને સંભાળો  જન
જેવું કરો તેવું ભરો એ કુદરતનો ક્રમ કોરોના છે

માસ્ક,દવા, માનવતાનાં  થયાં  છે કાળાબજાર
પાપીયાને કમાવાનો મોકો ઇન્તેઝામ કોરોના  છે

બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો
પૂંછ નહીં તો  મુછ  નહીં એ એલાર્મ કોરોના  છે

Source : મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)

Disclamer : વિચારો લેખકના પોતાના છે, માનવા ન માનવા તે માટે વાંચક સ્વતંત્ર છે.