ACB ની ટીમને જોઇને પિંડવારા તહેસીલદારે દરવાજો બંધ કર્યો, લાંચનું કાળું ધન સળગાવી દીધું.

સિરોહી જિલ્લાની પિંડવાડા તહસીલના મહેસૂલ નિરીક્ષક (આરઆઈ- રેવેન્યુ ઇન્સ્પેક્ટર)ની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરાઈ હતી. લાંચના કેસમાં જયારે આર.આઈ.એ તહસીલદારનું નામ લીધું ત્યારે તેણે પોતાની જાતને જ એક મકાનમાં બંધ કરી કાળા નાણાંને અગ્નિદાહ આપ્યો હતો. એસીબીની ટીમે મકાનનો દરવાજો તોડી તહેસિલદારની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે નોટો ઉપરાંત કેટલાક દસ્તાવેજો પણ તહસિલદારે સળગાવી દીધા હતા.

લાંચની રકમ વસૂલવા માટે જોધપુર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ સિરોહી જિલ્લાના પિંડવારા ખાતે તહેસિલદારની ધરપકડ કરવા પહોંચ્યા હતા. જેની લાંચ લેતા તહસિલદારે અંદરથી દરવાજો લોક કરી લાંચની રકમ રસોડામાં સ્ટોવ ઉપર બાળી નાખવાની કોશિશ કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસ અને એસીબી ટીમોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં રસોડાના ચૂલા ઉપર લાંચના રૂપિયા સળગતા જોવા મળ્યા હતા. એસીબીની ટીમે આંબળાની છાલનો કરાર આપવાના બદલામાં 1 લાખ રૂપિયાની લાંચ આપવાના આરોપમાં તહસિલદાર કલ્પેશ જૈનની અટકાયત કરી છે. આ મામલે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

એસીબીની ટીમ અને પોલીસે સંયુક્તપણે આ કાર્યવાહી હાથ ધરી હતી અને તેહિલ્સદારના સત્તાવાર નિવાસમાં પ્રવેશ કર્યો હતો જ્યાં ભારતીય ચલણ, લાંચની રકમ તરીકે લેવામાં આવતા, સરકારી મકાનના રસોડામાં ચૂલા પર સળગતી મળી હતી. જે બાદ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાકીની નોટો એ.સી.બી દ્વારા પુરાવા રૂપે એકત્રિત કરવામાં આવી હતી. પોલીસે તહિલદાર કલ્પેશ જૈનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. લોકોની જાગરૂકતા માટે એસીબીએ પોતાનો હેલ્પલાઇન નંબર પણ બહાર પાડ્યો છે, જેના પર પીડિત વ્યક્તિ તેની ફરિયાદ નોંધાવી શકે છે.