ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રામીબેન વાજા નિયુક્ત થયા

vijay vadher
રીપોર્ટર : વિજયભાઈ વાઢેર +91 81538 20649

2022 વિધાનસભાને ધ્યાને લઇ કોળી સમાજને પ્રાધાન્ય અપાયું

ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ પદે રામીબેન વાજા નિયુક્ત થયા છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લમેન્ટરી બોર્ડ દ્વારા 2022 વિધાનસભાને ધ્યાને લઇ કોળી સમાજને પ્રાધાન્ય અપાયું છે.
ગિર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ પડે રામીબેન વાજા અને ઉપ પ્રમુખ પદ માટે અન્ય મહિલા ફોર્મ ભર્યું હતું. જેમા વેરાવળ તાલુકાની નાવદ્રા જિલ્લા પંચાયત બેઠક ઉપર વિજેતા થયેલા રામીબેન બચુભાઈ વાજાએ ભાજપ તરફથી જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી. તો ઉપપ્રમુખ માટે કોડીનાર તાલુકાની દેવળી જિ.પં. બેઠક પરના વિજેતા નિતાબેન દિલિપભાઇ મોરીએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં કોંગ્રેસમાંથી કોઇ ફોર્મજ રજૂ ન થતાં બંને બિનહરીફ થયા છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી ભાજપને 22 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે. હવે આવતીકાલે ઇણાજમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભ્યો ની સાધારણ સભા મળશે. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે. અને
વેરાવળ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. પણ આ વખતે ભાજપે કબજે કરી છે. જેમાં 15 સીટ બેઠકો ભાજપને અને 7 કોંગ્રેસના ફાળે ગઇ છે. આજે તાલુકા પંચાયતના પ્રમુખ માટે જિલ્લા ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપીને ઉકળિયા તાલુકા પંચાયતના સભ્ય બનેલા સરમણભાઇ વેજાણંદભાઇ સોલંકીએ ફોર્મ ભર્યું હતું. તો ઉપપ્રમુખ તરીકે નાવદ્રા બેઠક ઉપર વિજેતા થયેલા ઉષાબેન પ્રવિણભાઇ વાળાએ ફોર્મ રજૂ કર્યું હતું. તેમની સામે પણ કોઇએ ફોર્મ ભર્યા નહોતા. આથી આવતીકાલે બંનેની ઔપચારિક જાહેરાત જ બાકી છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ બનવાના છે એ નિતાબેન દિલીપભાઈ મોરી દેવળીના વતની છે. તેઓ બીએ સુધી ભણ્યા છે. તેઓ ગૃહિણી છે. તેઓ દેવળી જિલ્લા પંચાયત ઉપરથી બીજી વખત વિજેતા થયા છે. પતિ દિલિપભાઇ મોરી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, જૂનાગઢ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના ડાયરેક્ટર અને કોડીનાર તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ છે. તેમજ તાલાલા તાલુકા નગરપાલિકાની વેટ કરીએ તો 24 બેઠકો ભાજપે મેળવી હોઇ અને પ્રમુખપદ અઢી વર્ષ માટે એસટી અનામત હોઇ વોર્ડ નં. 1 ના રાણીબેન સરમણભાઇ ચોપડા અને વોર્ડ નં. 6 માં રજબભાઇ ઇબાભાઇ ચોવટ પૈકી કોઇ એક પ્રમુખ બનશે. તો ઉપપ્રમુખપદ તા. 20 માર્ચે મળનાર પાલિકાના જનરલ બોર્ડમાં નક્કી થશે. જ્યારે તાલુકા પંચાયતની 18 પૈકી 10 બેઠકો કોંગ્રેસ પાસે, 7 ભાજપ અને 1 અપક્ષ પાસે છે. પીપળવા બેઠક પરથી ચૂંટાયેલા રામસિંહભાઇ પરમાર પ્રમુખ બનશે. પ્રમુખપદ એસસી અનામત હોઇ અહીં ભાજપ બહુમતે મેળવવાનો પ્રયાસ કરે તો પણ પ્રમુખ તો તેઓજ રહેશે. આમ ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાના પગલે કોળી સમાજના લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.